આ એગ્રીમેન્ટ અંતર્ગત ભારતીય ઉત્પાદૃનોને ઓમાનના બજારમાં લગભગ પૂરી રીતે ડ્યુટી-ફ્રી એક્સેસ મળશે
ભારત અને ઓમાન વચ્ચે વ્યાપક આર્થિક ભાગીદૃારી કરાર (CEPA – Comprehensive Economic Partnership Agreement) આજથી એટલે કે, ૧ જૂનથી લાગુ થઈ ગયો છે. આ એગ્રીમેન્ટને બંને દૃેશોના વ્યાપારી સંબંધો માટે એક મોટું પગલું માનવામાં આવી રહૃાું છે. સરકારનું માનવું છે કે આનાથી ભારતીય કંપનીઓને ઓમાનના બજારમાં વધુ પહોંચ મળશે, નિકાસ વધશે અને ઘણા સેક્ટર્સને નવી તકો મળશે. સાથે જ કેટલાક ઓમાની ઉત્પાદૃનો ભારતીય બજારમાં સસ્તા થઈ શકે છે.આ સમજૂતી સોમવાર એટલે કે, ૧ જૂનથી લાગુ થઈ ગઈ છે. નાણા મંત્રાલયે રવિવારે આ કરાર અંતર્ગત ઓમાનથી આવતા ઉત્પાદૃનો પર શુલ્ક રાહતો અંગેની અધિસૂચના બહાર પાડી હતી. આ એગ્રીમેન્ટ હેઠળ ભારતને ઓમાનના લગભગ ૯૮ ટકા ટેરિફ લાઇન્સ પર ૧૦૦ ટકા ડ્યુટી-ફ્રી એક્સેસ મળશે. આનો અર્થ એ છે કે મોટી સંખ્યામાં ભારતીય ઉત્પાદૃનો આયાત શુલ્ક વિના ઓમાન મોકલી શકાશે. આનાથી ભારતીય સામાન ત્યાં વધુ કોમ્પિટિટિવ બનશે અને નિકાસકારોને ફાયદૃો થશે. ભારત-ઓમાન ઝ્રઈઁછનો સૌથી મોટો ફાયદૃો એન્જિનિયિંરગ ગુડ્સ, ફાર્મા, કૃષિ ઉત્પાદૃનો, પ્રોસેસ્ડ ફૂડ, ટેક્સટાઇલ, કેમિકલ્સ, ઇલેક્ટ્રોનિક્સ, પ્લાસ્ટિક, જેમ્સ એન્ડ જ્વેલરી અને દૃરિયાઈ ઉત્પાદૃનો સાથે જોડાયેલા ઉદ્યોગોને મળવાની આશા છે. અત્યાર સુધી આ ઉત્પાદૃનો પર ઓમાનમાં ૫ ટકાથી લઈને ૧૦૦ ટકા સુધીનો ટેરિફ લાગતો હતો. ટેરિફ હટવાથી ભારતીય કંપનીઓની પડતર િંકમત ઘટશે અને તેમના ઉત્પાદૃનો ત્યાં વધુ આકર્ષક બનશે.