Jai Hind

ઈઝરાયલે હુમલાનો આદૃેશ આપતા બેરૂતમાં ભયનો માહોલ

જીવ બચાવવા ભાગમભાગ, હિઝબુલ્લાહે પણ રોકેટ છોડ્યા

લેબ્ોનોન અન્ો ઇઝરાયલ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે આજે ઇઝરાયેલે લેબ્ોનોનના પાટનગર બ્ૌરૂતના દૃક્ષિણી ઉપનગરો પર હુમલાનો આદૃેશ આપતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઇઝરાયેલના હુમલાના આદૃેશ બાદૃ બ્ૌરૂતના દૃક્ષિણી ઉપનગરોમાંથી લોકો જીવ બચાવવા માટે સ્થળાંતર કરી રહૃાા છે. રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ છે.

લેબનોન અને ઈઝરાયલ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલું તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યું છે. ઈઝરાયલે બેરૂતના દૃક્ષિણી ઉપનગરો પર હુમલાનો આદૃેશ આપ્યો છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાત્ઝે સંયુક્ત નિવેદૃનમાં જણાવ્યું હતું કે, હિઝબુલ્લાહ દ્વારા યુદ્ધવિરામનું વારંવાર ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ઈઝરાયલી શહેરો અને નાગરિકો પરના સતત હુમલાઓના જવાબમાં આ લશ્કરી કાર્યવાહીનો નિર્ણય લેવાયો છે.
ઈઝરાયલની ચેતવણી બાદૃ, બેરૂતના દૃક્ષિણી ઉપનગરોમાંથી હજારો લોકો જીવ બચાવવા માટે સ્થળાંતર કરી રહૃાા છે. રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. હિઝબુલ્લાહે પણ ઉત્તર ઈઝરાયલ અને હાઈફા શહેરના બાહૃા વિસ્તારોમાં રોકેટ છોડીને વળતો જવાબ આપ્યો છે. ઈઝરાયલી સૈનિકોએ દૃક્ષિણ લેબેનોનમાં પહાડની ટોચ પર આવેલા બ્યુફોર્ટ કેસલ પર કબજો જમાવ્યો છે. આ ઈઝરાયલની છેલ્લા ૨૬ વર્ષમાં લેબેનોન સરહદૃની અંદૃરની સૌથી મોટી ઘૂસણખોરી માનવામાં આવે છે.
આ દૃરમિયાન લેબનાનની સરકારી ન્યૂઝ એજન્સી દ્ગદ્ગછના જણાવ્યા અનુસાર, ઇઝરાયલી હુમલામાં ૬ લોકોના મોત થયા છે. રિપોર્ટ અનુસાર, દૃક્ષિણ લેબનાનના બ્રૈકાઆ કસ્બામાં ઇઝરાયલી ડ્રોન હુમલામાં ૨ લોકો માર્યા ગયા. જ્યારે નજીકના તૂલ કસ્બામાં થયેલા ડ્રોન હુમલામાં એક સીરિયન નાગરિકનું મોત થયું. દ્ગદ્ગછ જણાવ્યું કે લિતાની નદૃીની ઉત્તરમાં આવેલા કફરસીર કસ્બામાં રાતભર થયેલા હુમલામાં વધુ ૩ લોકોએ જીવ ગુમાવ્યો.
આ દૃરમિયાન લેબનાનના રાષ્ટ્ર પ્રમુખ જોસેફ આઉને શાંતિ વાર્તા પર ભાર મૂક્યો છે. તેમણે અમેરિકાના પ્રસ્તાવને આગળ વધારવા અને હિઝબુલ્લાહના નજીકના માનવામાં આવતા સંસદૃના સ્પીકર નબીહ બેરીની સંમતિ મેળવવાનો પ્રયાસ કર્યો. એક અમેરિકન અધિકારીના હવાલાથી દૃાવો કરવામાં આવ્યો છે કે તેઓ યુદ્ધવિરામને લઈને હિઝબુલ્લાહની પ્રતિબદ્ધતાની ગેરંટી આપી શકે છે પરંતુ તેની પહેલી શરત એ જ છે કે ઇઝરાયલ ગોળીબાર બંધ કરે.