Jai Hind

અમેરિકામાં ૩૦ ભારતીયોની ધરપકડ: ટૂંક સમયમાં દૃેશનિકાલ કરાશે

અમેરિકામાં ગેરકાયદૃેસર રીતે વસવાટ કરતા અને કોમર્શિયલ ટ્રક ચલાવતા વિદૃેશી નાગરિકો સામે ટ્રમ્પ પ્રશાસને લાલ આંખ કરી છે. એરિઝોનાના યુમા સેક્ટરમાં બોર્ડર પેટ્રોલ એજન્ટો દ્વારા ચલાવવામાં આવેલા એક વિશેષ દૃરોડા ‘ઓપરેશન ચેકમેટ દૃરમિયાન ૩૦ ભારતીય નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ લોકો અમેરિકામાં કાયદૃેસરના વિઝા કે પરમિટ વિના કોમર્શિયલ સેમી-ટ્રક ચલાવી રહૃાા હતા. પકડાયેલા તમામ ભારતીયોને ટૂંક સમયમાં જ ભારત પાછા મોકલી દૃેવામાં આવશે
અમેરિકન કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદૃન અનુસાર, આ વિશેષ ઓપરેશન ૧૧ થી ૧૫ મે દૃરમિયાન ચલાવવામાં આવ્યું હતું. આ પાંચ દિૃવસીય ઝુંબેશ દૃરમિયાન કુલ ૫૨ ગેરકાયદૃેસર સ્થળાંતર કરનારાઓની અટકાયત કરવામાં આવી હતી, જેમાંથી ૩૬ લોકો સેમી-ટ્રક ચલાવતા ઝડપાયા હતા. આ ૩૬ ટ્રક ડ્રાઈવરોમાંથી ૩૦ ડ્રાઈવરો માત્ર ભારતીય મૂળના છે, જ્યારે બાકીના ૬ ડ્રાઈવરો મેક્સિકો, અલ સલ્વાડોર અને રશિયાના નાગરિકો છે.
તપાસ દૃરમિયાન સામે આવ્યું છે કે ઝડપાયેલા કેટલાક ડ્રાઈવરો પાસે કેલિફોર્નિયા, ન્યૂયોર્ક, વોિંશગ્ટન અને વર્જિનિયા જેવા મોટા રાજ્યોમાંથી ઈશ્યૂ થયેલા કોમર્શિયલ ડ્રાઈિંવગ લાયસન્સ હતા, જ્યારે ઘણા લોકો પાસે કોઈ પણ પ્રકારનું માન્ય લાયસન્સ નહોતું. આશ્ર્ચર્યની વાત એ છે કે, મોટાભાગના લોકો પાસે પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડનના શાસનકાળ દૃરમિયાન જાહેર કરાયેલા એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટ્સ (રોજગાર અધિકૃતતા દૃસ્તાવેજો) હતા, પરંતુ તેની મુદૃત લાંબા સમય પહેલા જ પૂરી થઈ ગઈ હતી.
યુમા સેક્ટરના એક્ટિંગ ચીફ પેટ્રોલ એજન્ટ ડસ્ટિન કોડલે જણાવ્યું હતું કે, “ઓપરેશન ચેકમેટ એ રસ્તાઓ અને સામાન્ય નાગરિકોની સુરક્ષા પ્રત્યેની અમારી કટિબદ્ધતા દૃર્શાવે છે. ગેરકાયદૃેસર ડ્રાઈવરો જાહેર સુરક્ષા માટે મોટો ખતરો છે.”
હાલના મહિનાઓમાં અમેરિકાના અલગ-અલગ રાજ્યોમાં ભારતીય મૂળના ટ્રક ડ્રાઈવરો દ્વારા કેટલાક જીવલેણ માર્ગ અકસ્માતોની ઘટનાઓ સામે આવ્યા બાદૃ આ પ્રકારની કડક કાર્યવાહી તેજ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળના યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશને વિદૃેશી ડ્રાઈવરો માટે કોમર્શિયલ લાયસન્સના નિયમો અત્યંત કડક બનાવ્યા છે. હાલમાં તમામ પકડાયેલા લોકો સામે ફેડરલ ઇમિગ્રેશન કાયદૃા હેઠળ કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે અને આગામી દિૃવસોમાં તેમને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.