Jai Hind

૯૮ ટકા સરહદ પહેલેથી જ નક્કી થયેલી છે ત્રીજા દૃેશની દખલની જરૂર નથી નેપાળ પીએમને ભારતનો જવાબ

ભારત અને નેપાળ વચ્ચેના સરહદૃ વિવાદૃને લઈને નેપાળના વડાપ્રધાન બાલેન શાહ દ્વારા આપવામાં આવેલા નિવેદૃન પર ભારત સરકારના વિદૃેશ મંત્રાલયની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.
ભારતે સ્પષ્ટ શબ્દૃોમાં જણાવ્યું છે કે ભારત-નેપાળ સરહદૃનો આશરે ૯૮% હિસ્સો પહેલેથી જ નક્કી થઈ ચૂક્યો છે. આ સાથે જ ભારતે ખરી સંભળાવી છે કે આ બંને દૃેશો વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે અને તેમાં કોઈપણ ત્રીજા દૃેશની દૃખલગીરી સ્વીકારવામાં નહીં આવે.
તાજેતરમાં નેપાળના વડાપ્રધાન બાલેન શાહ સંસદૃના સત્રમાં પહેલીવાર સામેલ થયા હતા.
આ દૃરમિયાન ભારત સાથેના સરહદૃ વિવાદૃ અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં તેમણે કહૃાું હતું કે, “તમને એક તથ્ય જાણીને આશ્ર્ચર્ય થશે, જે મને વડાપ્રધાન બન્યા પછી જ ખબર પડી છે.
ભારતે માત્ર નેપાળી ક્ષેત્રો પર જ અતિક્રમણ નથી કર્યું, પરંતુ નેપાળે પણ અનેક સ્થળોએ ભારતના વિસ્તારો પર કબજો કર્યો છે. હવે બંને દૃેશોએ તથ્યોનો અભ્યાસ કરવો જોઈએ અને મિત્રતાપૂર્વક સાથે બેસીને આ મુદ્દાનો ઉકેલ લાવવો જોઈએ.”
બાલેન શાહે વધુમાં દૃાવો કર્યો હતો કે નેપાળ સરકારે સરહદૃના ઉકેલ માટે ઇતિહાસકારો અને નિષ્ણાતોની મદૃદૃ લેવા ઉપરાંત આ મુદ્દો ચીન અને બ્રિટન સમક્ષ પણ ઉઠાવ્યો છે.