એક સપ્તાહમાં સમજાુતિના ટ્રમ્પના દૃાવા વચ્ચે ફરી હુમલા શરૂ
એક સપ્તાહમાં સમજુતી થઇ જવાના અમેરિકી પ્રમુખ ટ્રમ્પના દૃાવા વચ્ચે બુધવારે ઇરાન્ો કુવૈત અને બહેરીન પર કરેલા મિસાઇલ ડ્રોન હુમલામૌં કુવૈતમાં એક ભારતીય નાગરિકનું મોત થયું હતું બીજી તરફ અમેરિકાએ ઇરાનના કેરમ ટાપુ પર મિસાઇલ મથકન્ો નિશાન બનાવ્યું હતું ઇરાનના મિસાઇલ અને ડ્રોન હુમલાથી કૂવૈત ઇન્ટરન્ોશનલ એરપોર્ટ અને વિદૃેશ મંત્રાલયની ઇમારતન્ો નુકસાન થયું હતું.
વોશિંગ્ટન/તહેરાન: અમેરિકા-ઈરાન વચ્ચે સમજુતીમાં આવી રહેલા ચડાવ-ઉતાર અને બન્ને દેશો એક બીજા પર શરતો લાદી રહ્યા હોવાની ચર્ચા વચ્ચે ફરી એક વખત બન્ને દેશોની સેના વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયુ છે. અમેરિકાએ દાવો કર્યો છે કે ગલ્ફના સાથી દેશોની મદદથી ઈરાન તરફથી દાગવામાં આવેલી મિસાઈલ તોડી પાડવામાં આવી છે અને જવાબી કાર્યવાહીમાં ઈરાનના કેશ્મ ટાપુ પર હુમલા કરાયા છે.
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે જાહેર કર્યુ છે કે તહેરાન ક્ષેત્રમાંથી કુવૈત, બહેરીન પર મિસાઈલ દાગવામાં આવી હતી. ઈરાને પાડોશી દેશોને નિશાન બનાવી ડ્રોન-મિસાઈલ હુમલાની હારમાળા સર્જી હતી પણ તમામ હુમલા નિષ્ફળ બનાવાયા છે. ઈરાને આ હુમલામાં બેલેસ્ટીક મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. બીજી તરફ ઈરાનના જયાં મિસાઈલ મથકો આવેલા છે. તે કશ્મ ટાપુઓ પર અમેરિકી નૌકાદળે મિસાઈલ દાગી મથકોને ઉડાવી દેવા પ્રયાસ કર્યા હતા. ઈરાને બીજી તરફ દાવો કર્યો હતો કે તેના દળોએ અમેરિકાના પાંચમા નૌકા કાફલા અને ગલ્ફ ક્ષેત્રમાં અમેરિકી મથકો પર હુમલા કર્યા છે. જે રીતે અમેરિકાએ ઈરાનની સંદેશા વ્યવહાર સીસ્ટમ તથા ઓઈલ ટેન્કર પર હુમલા કર્યા તેની જવાબી કરવામાં આવી હતી તથા આ પ્રકારના હુમલાનો વધુ આકરો જવાબ મળવાની ચેતવણી પણ ઈરાને આપી છે. કુવૈતે જાહેર કર્યુ છે કે દુશ્મન દેશ તરફથી દાગવામાં આવેલી મિસાઈલ ડ્રોનને તોડી પાડવા તેની એર ડિફેન્સ સીસ્ટમને પુરી રીતે સક્રીય કરવામાં આવી છે તથા ગઈકાલના હુમલામાં કોઈ નુકશાન થયું નથી. બહેરીન તથા કુવૈતના અનેક ક્ષેત્રોમાં વારંવાર હવાઈ હુમલાના સાયરન આગના સંભળાયા હતા તથા નાગરિકોને સલામત રહેવા જણાવાયું છે. લેબનાનમાં પણ યુદ્ધ વિરામ ભાંગી પડયું હોય તેવા સંકેત છે. જેમાં ઈઝરાયેલે હુમલામાં હીઝબુલ્લાના એક ટોચના કમાન્ડરને હવાઈ હુમલામાં ખત્મ કર્યો હતો તો હિઝબુલ્લાએ પણ ફરી ઈઝરાયેલ પર ફરી સંખ્યાબંધ મિસાઈલ દાગી હતી. આમ યુદ્ધ હવે ફરી શરૂ થવાના સંકેત છે. હજું ગઈકાલે જ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે એક સપ્તાહમાં સમજુતી થઈ જશે તેવો દાવો કર્યો હતો તથા લેબનાનમાં હુમલા નહી કરવા પણ ઈઝરાયેલને જણાવ્યુ હતુ તેના 10 કલાકમાં ફરી આ પ્રકારના હુમલા થયા છે.