ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર (મ્છ) અંગે વાટાઘાટો ચાલી રહી છે. દૃરમિયાન, યુએસએ એક એવુ પગલું ભર્યું છે, જે ભારતીય નિકાસકારો અને અનેક ઉદ્યોગોને અસર કરી શકે છે. યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (ેંજી્ઇ) એ તેનો તપાસ અહેવાલ બહાર પાડ્યો છે. જેમાં જણાવાયું છે કે, ભારત સહિત ૬૦ દૃેશોએ બળજબરીથી મજૂરીનો ઉપયોગ કરીને ઉત્પાદિૃત માલની આયાત પર અસરકારક રીતે પ્રતિબંધ મૂક્યો નથી. તેના આધારે, યુએસએ આ દૃેશોના ઉત્પાદૃનો પર વધારાના ટેરિફ લાદૃવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવના રિપોર્ટ અનુસાર, જે દૃેશોનો અમેરિકા સાથે પારસ્પરિક વેપાર કરાર નથી, તેમના પર ૧૨.૫ % વધારાની ટેરિફ લાદૃવાનો પ્રસ્તાવ છે. ભારત પણ હાલમાં આ શ્રેણીમાં સામેલ છે.
જોકે, જે દૃેશોએ અમેરિકા સાથે બળજબરીથી મજૂરી કરીને બનાવેલી વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂકવા માટે કરાર કર્યા છે અથવા આવા નિયમો લાગુ કર્યા છે, તેમના માટે વધારાનો ટેરિફ દૃર ૧૦% રાખવાનો પ્રસ્તાવ છે.