Jai Hind

બાંગ્લાદેશીઓનો ઘૂસણખોરીનો પ્રયાસ બીએસએફએ સરહદૃે સુરક્ષા વધારી

સરહદૃે બાંગ્લાદૃેશ તરફ અનેક લોકો એકઠા થયા

બાંગ્લાદૃેશ પોતાના નાગરિકોને સ્વીકારવા તૈયાર નથી ભારત પર બળજબરીથી ઘૂસાડવાનો આરોપ લગાવ્યો

ભારત-બાંગ્લાદૃેશ સરહદૃે થોડા સમય માટે તંગદૃીલી જેવો માહોલ સર્જાયો હતો, બાંગ્લાદૃેશીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો જોકે તાત્કાલીક બીએસએફના જવાનો એલર્ટ થઇ જતા સ્થિતિ કાબુમાં લઇ શકાઇ હતી. કૂચવિહાર જિલ્લાના મેખલીગંજ બ્લોકમાં આ ઘટના સામે આવી હતી. અચાનક મોટી સંખ્યામાં બાંગ્લાદૃેશીઓ ભારતની સરહદૃ પાસે એકઠા થવા લાગ્યા હતા.
ભારત અને બાંગ્લાદૃેશ સરહદૃની કેટલીક તસવીરો અને વીડિયો સામે આવ્યા છે જેમાં મોટી સંખ્યામાં બાંગ્લાદૃેશીઓ સરહદૃ પાસે જોવા મળ્યા હતા. એક બાદૃ એક અનેક બાંગ્લાદૃેશીઓ એકઠા થઇ ગયા હતા, તેઓ ઘૂસણખોરી કરવા માગતા હતા કે કેમ તેને લઇને અનેક સવાલો ઉઠી રહૃાા છે. જોકે જેવા તેઓ એકઠા થતા ગયા કે તુરંત જ બોર્ડર સિક્યોરિટી ફોર્સ બીએસએફ પણ એલર્ટ થઇ ગયું અને સરહદૃે જવાનોની તૈનાતી વધારી દૃેવામાં આવી હતી. આ દૃરમિયાન ૧૦ બાંગ્લાદૃેશી ઘૂસણખોરો દ્વારા ઘૂસવા પ્રયાસ થયો હતો જેને નિષ્ફળ બનાવાયો હતો. બીજી તરફ હાલમાં પશ્ર્ચિમ બંગાળમાંથી મોટી સંખ્યામાં બાંગ્લાદૃેશી ઘૂસણખોરો સરહદૃે પહોંચી રહૃાા છે અને તેઓ પરત બાંગ્લાદૃેશમાં પ્રવેશવા પ્રયાસ કરી રહૃાા છે.