વિશ્ર્વમાં સૌથી વધુ વસતી ધરાવતા ભારત માટે લાલબત્તી
વિશ્ર્વના સૌથી ધનાઢ્ય ઇલોન મસ્કે વ્યક્ત કરી િંચતા:ભારતમાં જન્મદૃર હવે વસતીન્ો સ્થિર રાખવા માટે જરૂરી રિપ્લેસમેન્ટ લેવલ કરતાં પણ નીચે આવી ગયો છે
વિશ્ર્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દૃેશ ભારતમાં ઘટી રહેલા પ્રજનન દૃર ને લઈને વૈશ્ર્વિક સ્તરે િંચતા શરૂ થઈ ગઈ છે. દૃુનિયાના અબજોપતિ કારોબારી અને સ્પેસએક્સ ના સીઈઓ ઈલોન મસ્કે ભારતની ઘટતી વસ્તીના આંકડા પર ઘેરી િંચતા વ્યક્ત કરી છે. મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મીડિયા સંસ્થાના આંકડાઓનો હવાલો આપતા જણાવ્યું છે કે, ભારતમાં જન્મ દૃર હવે વસ્તીને સ્થિર રાખવા માટે જરૂરી રિપ્લેસમેન્ટ લેવલ કરતાં પણ નીચે આવી ગયો છે.
સોશિયલ મીડિયા પર શેર કરાયેલા આંકડા અનુસાર, ભારતના ઇતિહાસમાં પહેલીવાર પ્રજનન દૃર આટલી ઝડપથી નીચે આવ્યો છે. માત્ર એક જ દૃાયકામાં દૃેશનો કુલ પ્રજનન દૃર ૨.૩ થી ઘટીને ૧.૯ પર આવી ગયો છે. સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે રાજધાની દિૃલ્હીનો પ્રજનન દૃર હવે ઘટીને માત્ર ૧.૨ રહી ગયો છે, જે યુરોપના ફિનલેન્ડ દૃેશ કરતાં પણ ઓછો છે. મસ્કે ઉમેર્યું કે, શિક્ષિત વર્ગમાં તો આ દૃર ઘણો સમય પહેલાં જ નીચે જતો રહૃાો હતો. આ અહેવાલમાં ધ ઇકોનોમિસ્ટ માં ૪ જૂનના રોજ પ્રકાશિત થયેલા એક લેખનો સંદૃર્ભ આપવામાં આવ્યો છે, જેનું શીર્ષક હતું- ભારતની વસ્તી ટૂંક સમયમાં જ ખૂબ ઝડપથી ઘટવા લાગશે. આ ઉપરાંત, સંયુક્ત રાષ્ટ્ર વસ્તી ભંડોળ ના રિપોર્ટ અનુસાર, ભારતમાં કુલ પ્રજનન દૃર પ્રતિ મહિલા ૧.૯ જન્મ સુધી ઘટી ગયો છે. વસ્તીને સ્થિર રાખવા માટે આ દૃર ૨.૧ હોવો જરૂરી છે, જેને વસ્તી વિજ્ઞાનની ભાષામાં રિપ્લેસમેન્ટ રેટ કહેવાય છે. તેનો સીધો અર્થ એ છે કે સરેરાશ ભારતીય મહિલાઓ હવે એટલી સંખ્યામાં બાળકોને જન્મ નથી આપી રહી, જે એક પેઢીથી બીજી પેઢી સુધી વસ્તીનું કદૃ જાળવી રાખવા માટે પૂરતું હોય.વર્ષ ૨૦૨૩ માં ચીનને પાછળ છોડીને ભારત વિશ્ર્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દૃેશ બન્યો હતો અને હાલમાં ભારતની વસ્તી ૧.૪૬ અબજથી વધુ છે.