મલેશિયા, ઇન્ડોનેશિયામાં પણ અસર:સુનામીનું એલર્ટ
પ્ાૂર્વ એશિયાના દૃેશ ફિલિપાઇન્સએ મિન્ડાનાઓ આઇલેન્ડના જનરલ સાન્ટોસ શહેરમાં સોમવારે સવારે આવેલા ભૂકંપના ૭.૮ની તીવ્રતાના શક્તિશાળી આંચકાન્ો કારણે કેટલીક ઇમારતો ધરાશાયી થઇ હતી. જ્યારે અન્ોક ઇમારતો ક્ષતિગ્રસ્ત થઇ હતી. જેમાં ૩૨ લોકોના મોત થયા હતા ત્ોમજ અન્ય સ્ોંકડો લોકો ઘાયલ થયા હતા સુનામીની ચેતવણી વચ્ચે દૃરિયામાં ૪.૫ ફુટ ઉંચા મોજા ઉઝળ્યા હતા, તસ્વીરોમાં ડાબ્ોથી ભૂકેપગ્રસ્ત જનરલ સાન્ટોસ સિટીમાં ધરાશાયી થયેલી એક ફાસ્ટ ફુડ રેસ્ટોરન્ટની આળ પોલીસમેન ઉભેલા છે. પછીની તસ્વીરમાં ધરાશાયી થયેલા એક બિલ્ડીંગ પાસ્ોથી એક શખ્સ સ્થાનિક શખ્સ પસાર થઇ રહૃાો છે.
બે કલાકમાં ૧૩૮ આફટર શોક આવ્યા
ફિલિપાઇન્સમાં સોમવારે સવારે ૭.૮ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેના કારણે અનેક ઇમારતોને નુકસાન થયું છે. પ્રભાવિત ઇમારતોમાં મોટાભાગે દૃુકાનો, ઓફિસો અને વ્યાપારી ઇમારતોનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ૩૨ લોકોનાં મોત થયા છે, જ્યારે ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે.
અમેરિકન ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ અનુસાર, ભૂકંપ ભારતીય સમય અનુસાર સવારે ૫:૦૭ વાગ્યે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર મિન્ડાનાઓ ટાપુ નજીક સમુદ્રમાં હતું. તે સારંગાની પ્રાંતના માસીમ શહેરથી લગભગ ૩૨ કિલોમીટર દૃક્ષિણ-પશ્ર્ચિમમાં અને ૩૩ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. અધિકારીઓનું કહેવું છે કે આ વર્ષે ફિલિપાઇન્સમાં આવેલો આ સૌથી શક્તિશાળી ભૂકંપ છે. ભૂકંપ બાદૃ સુનામી પણ આવી હતી. સૌથી ઊંચી લહેરની ઊંચાઈ ૧.૪ મીટર (લગભગ ૪.૬ ફૂટ) રહી હતી. સાવચેતીના ભાગરૂપે ઇન્ડોનેશિયા અને મલેશિયાએ પણ સુનામીની ચેતવણી જારી કરી હતી, જેને થોડા કલાકો પછી પાછી ખેંચી લેવામાં આવી હતી.
ફિલિપાઇન્સના જ્વાળામુખી અને ભૂકંપ વિજ્ઞાન સંસ્થા (ફિવોલ્ક્સ) એ જણાવ્યું કે સ્થાનિક સમય અનુસાર સવારે ૧૧ વાગ્યા સુધીમાં ૧૩૮ આટરશોક નોંધાયા હતા. આ આંચકાઓની તીવ્રતા ૧.૩ થી ૬.૭ ની વચ્ચે રહી હતી. ૭ લાખથી વધુ વસ્તી ધરાવતા બંદૃર શહેર જનરલ સેન્ટોસમાં સૌથી વધુ નુકસાન થયું. અહીં ઘણી ઇમારતોમાં તિરાડો પડી, કેટલીક નાની ઇમારતો આંશિક રીતે ધરાશાયી થઈ અને એક પુલ પણ ક્ષતિગ્રસ્ત થયો. પ્રાદૃેશિક આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓ અનુસાર શહેરમાં ઓછામાં ઓછા ૭ લોકોના મોત થયા અને લગભગ ૧૩૦ લોકો ઘાયલ થયા છે. દૃક્ષિણ કોટાબાટો, દૃાવાઓ ઓક્સિડેન્ટલ અને બાલુત દ્વીપ સહિત અન્ય દૃક્ષિણી વિસ્તારોમાં પણ ૯ લોકોનાં મોત થયા. આમાં કેટલાક લોકો પડતા કાટમાળ, એક ક્ષતિગ્રસ્ત મસ્જિદૃ અને ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગયા.