સૈન્ય કાર્યવાહીના જવાબમાં હૂથી દૃળોએ કબ્જા હેઠળના જાફામાં સંવેદૃનશીલ ઠેકાણાઓ પર મિસાઇલોનો મારો ચલાવ્યો
ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સીધા મિસાઈલ યુદ્ધની વચ્ચે હવે યમનના હૂથી બળવાખોરો પણ આ જંગમાં કૂદૃી પડ્યા છે. સોમવારે હૂથીઓએ મધ્ય ઇઝરાયેલ તરફ કેટલાય રોકેટ દૃાગ્યા હતા. જો કે, આ હુમલાઓમાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી.
આ હુમલા બાદૃ હૂથી જૂથના સૈન્ય પ્રવક્તા યાહૃાા સરીએ મોટી ધમકી આપતા જણાવ્યું છે કે, લાલ સમુદ્રમાં ઇઝરાયેલી જહાજોની અવરજવર પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દૃેવામાં આવ્યો છે, અને હવે કોઈપણ ઇઝરાયેલી ટાર્ગેટને નિશાન બનાવવામાં આવશે. તેમણે ચેતવણી આપી કે, ઈંટનો જવાબ પથ્થરથી અપાશે અને ક્ષેત્રની પરિસ્થિતિઓ અનુસાર અમારા સૈન્ય અભિયાનો વધુ ઝડપી બનશે.
રોકેટ હુમલાની જવાબદૃારી લેતા હૂથી પ્રવક્તાએ કહૃાું કે, ફ્રન્ટ્સની એકતા (ેંહૈંઅ કર્ હ્લર્હિંજ) ના સિદ્ધાંત હેઠળ અને લેબનાન, ઈરાન તેમજ ગાઝા વિરુદ્ધ ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહીના જવાબમાં હૂથી દૃળોએ કબ્જા હેઠળના જાફા (તેલ અવીવ વિસ્તાર) માં સંવેદૃનશીલ ઠેકાણાઓ પર મિસાઇલોનો મારો ચલાવ્યો છે.સોમવારે સવારે યમનથી દૃાગવામાં આવેલી એક શક્તિશાળી મિસાઈલ બાદૃ ઇઝરાયેલના મોટાભાગના વિસ્તારોમાં એર રેડ (હવાઈ હુમલા) ની ચેતવણી આપતા સાયરન વાગી ઉઠ્યા હતા. આના એક દિૃવસ પહેલા જ ઈરાને ઇઝરાયેલ પર સીધો મિસાઈલ હુમલો કર્યો હતો. ઈરાને દૃાવો કર્યો હતો કે આ હુમલો બેરૂતના દૃાહિયેહ વિસ્તારમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર ઇઝરાયેલી હુમલાના જવાબમાં કરવામાં આવ્યો હતો.