Jai Hind

ઇરાન પરમાણુ હથિયાર છોડવા તૈયાર, અમેરિકા સાથે કરશે ડીલ

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દૃાવો

અમેરિકી સ્ોનાએ પાયમાલ કરી દૃેતા ઇરાન હવે નમવા મજબ્ાૂર:ટૂંક સમયમાં સત્તાવાર જીત જાહેર કરીશ:ક્રુડ ઓઇલની કિમતો પણ નીચી જશે:ટ્રમ્પ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દૃાવો કર્યો છે કે ઇરાન પરમાણુ હથિયારો મેળવવાની તેની જીદૃ છોડવા અને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે એક મોટી ડીલ પર હસ્તાક્ષર કરવા તૈયાર થઈ ગયું છે. ટ્રમ્પના મતે, અમેરિકાની સૈન્ય કાર્યવાહીઓએ તેહરાનની સૈન્ય ક્ષમતાઓને પાયમાલ કરી દૃીધી હોવાથી ઇરાન હવે નમવા મજબૂર બન્યું છે.સાઉથ કેરોલિનાના સેનેટર લિન્ડસે ગ્રેહામ માટે આયોજિત એક વર્ચ્યુઅલ ટેલિ-રેલી દૃરમિયાન સંબોધન કરતા ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન, ચાલી રહેલી વાટાઘાટો અને મધ્ય-પૂર્વની સુરક્ષા સ્થિતિ પર વિસ્તારપૂર્વક વાત કરી હતી. તેમણે જણાવ્યું કે અમે અત્યારે વાટાઘાટો કરી રહૃાા છીએ અને ઇરાન એક બહુ જ સારી ડીલ કરવા ઈચ્છે છે. તેઓ આપણને બધું જ આપવા માટે તૈયાર છે. તેઓ પરમાણુ હથિયાર ન રાખવાની શરત સ્વીકારવા પણ તૈયાર છે. ઇરાન પાસે પરમાણુ હથિયાર હોઈ જ ન શકે અને આ બાબત બહુ સરળ અને સ્પષ્ટ છે. પોતાની આક્રમક શૈલીમાં બોલતા પ્રમુખ ટ્રમ્પે એવો પણ દૃાવો કર્યો હતો કે અમેરિકન સૈન્ય કાર્યવાહીએ ઇરાનના સૈન્ય ઇન્ળાસ્ટ્રક્ચરને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. તેમણે ઉમેર્યું કે, અમે તેમના સૈન્યને તોડી પાડ્યું છે. અમે તેમની નેતાગીરી સહિત જે પણ કંઈ બરબાદૃ થઈ શકે તેમ હતું તે બધું જ નેસ્તનાબૂદૃ કરી દૃીધું છે. તેમની નેવી હવે સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે. તેમની પાસે ૧૫૯ જહાજો હતા અને અત્યારે દૃરેક જહાજ પાણીની અંદૃર છે. ટ્રમ્પે આ વાટાઘાટોમાંથી ખૂબ જ સાનુકૂળ પરિણામ આવવાની ભવિષ્યવાણી કરી છે અને કહૃાું છે કે ટૂંક સમયમાં જ સત્તાવાર રીતે વિજયની જાહેરાત થઈ શકે છે. ટ્રમ્પે કહૃાું કે, હું માનું છું કે આપણે આ લડાઈ જીતી રહૃાા છીએ, પરંતુ આગામી ૨ અઠવાડિયામાં જ્યારે આપણે સંપૂર્ણ વિજય જાહેર કરીશું ત્યારે આપણે સાચા અર્થમાં જીતીશું. જે બાદૃ વૈશ્ર્વિક બજારમાં ક્રડ ઓઇલની િંકમતો પણ નીચે આવી જશે.

ઇરાન સાથે શાંતિ ડીલ પહેલા જ ઇઝરાયેલે લેબ્ોનોન પર કર્યો ભીષણ બોમ્બમારો

ન્ોતન્યાહુ ફરી ટ્રમ્પનો ખેલ બગાડી નાખશે

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાં એક તરફ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સીધા યુદ્ધને રોકવા માટે એક મોટા કરારના અંતિમ તબક્કામાં હોવાનો દૃાવો કરી રહૃાા છે, ત્યાં બીજી તરફ ઈઝરાયલના પીએમ નેતન્યાહૂના એક આક્રમક પગલાએ આખી શાંતિ પ્રક્રિયા પર સવાલો ઊભા કરી દૃીધા છે. ઈરાન સાથે પરદૃા પાછળ ચાલી રહેલી વાતચીત અને સામસામે હુમલા રોકવાના પ્રયાસો વચ્ચે, ઈઝરાયલી વાયુસેનાએ અચાનક લેબેનૉનના દૃક્ષિણ ભાગો પર ભીષણ હવાઈ હુમલા શરૂ કરી દૃીધા છે. આ સૈન્ય કાર્યવાહી બાદૃ વૈશ્ર્વિક સ્તરે એ ચર્ચા તેજ થઈ છે કે શું નેતન્યાહૂ ફરી એકવાર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની શાંતિ વ્યૂહનીતિના એજન્ડાને બગાડવાના માર્ગે ચાલી રહૃાા છે.