કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્રને વિશ્ર્વભરમાંથી આવતી ચીજવસ્તુઓ પર ૧૦% ગ્લોબલ ટૅરિફ વસૂલતા રહેવાની મંજૂરી આપી
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ટ્રેડ વોર મોરચે એક મોટી કાનૂની સફળતા મળી છે. અમેરિકાની એક ફેડરલ અપીલ કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્રને વિશ્ર્વભરમાંથી આવતી ચીજવસ્તુઓ પર ૧૦% ગ્લોબલ ટૅરિફ વસૂલતા રહેવાની મંજૂરી આપી છે. અદૃાલતે સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી આ મામલે કોઈ અંતિમ ચુકાદૃો ન આવી જાય ત્યાં સુધી સરકાર આ ટેક્સ વસૂલ કરી શકે છે. કોર્ટના આ નિર્ણયને પગલે ભારત સહિત વિશ્ર્વભરના બજારોમાં હલચલ તેજ થઈ ગઈ છે, કારણ કે તેની સીધી અસર આંતરરાષ્ટ્રીય વ્યાપાર પર પડવાની છે.
વાસ્તવમાં આ સમગ્ર વિવાદૃ ગત મહિને ત્યારે શરૂ થયો હતો જ્યારે ન્યૂયોર્કની ઇન્ટરનેશનલ ટ્રેડ કોર્ટે ટ્રમ્પના આ ૧૦% ટૅરિફને ગેરકાનૂની ગણાવ્યો હતો. અદૃાલતનું કહેવું હતું કે, ટ્રમ્પે ટૅરિફ લાદૃવામાં સંસદૃ(કોંગ્રેસ)ના અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે.
પરંતુ હવે વોિંશગ્ટનની કોર્ટ ઑફ અપીલ્સ ફોર ધ ફેડરલ સર્કિટએ તેના પર સ્ટે લગાવી દૃીધો છે. અદૃાલતે કહૃાું કે, પ્રાથમિક ષ્ટિએ પ્રમુખ ટ્રમ્પ વહીવટીતંત્રનો પક્ષ મજબૂત લાગી રહૃાો છે, તેથી આ મામલાની સંપૂર્ણ સુનાવણી અને અંતિમ ચુકાદૃો ન આવે ત્યાં સુધી ટૅરિફની વસૂલાત ચાલુ રહેશે. ડોનાલ્ડ ટ્રમ્પે આ ૧૦%નો વૈશ્ર્વિક ટૅરિફ આ જ વર્ષે ફેબ્રુઆરીમાં ટ્રેડ ઍક્ટ ૧૯૭૪ની કલમ ૧૨૨ હેઠળ લગાવ્યો હતો. આ નિર્ણય ત્યારે આવ્યો હતો જ્યારે અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના જૂના અને વધુ પડતા ભારે ટૅરિફ પ્લાનને ફગાવી દૃીધો હતો. કલમ ૧૨૨ હેઠળ અમેરિકન પ્રમુખને આ અધિકાર મળે છે કે તેઓ દૃેશની આંતરરાષ્ટ્રીય ચૂકવણીની કટોકટી (પેમેન્ટ ક્રાઇસિસ) અથવા વધી રહેલી વ્યાપારી ખાધને સરભર કરવા માટે ૧૫૦ દિૃવસ માટે ૧૫% સુધીનો ટેક્સ લાદૃી શકે છે. ટ્રમ્પનો આ વર્તમાન ૧૦% ટેક્સ ૨૪ જુલાઈ સુધી લાગુ રહેશે, અને તેને આગળ વધારવા માટે સંસદૃ(કોંગ્રેસ)ની મંજૂરી મેળવવી જરૂરી રહેશે. અમેરિકાની અદૃાલતના આ ચુકાદૃાની ભારત પર મિશ્ર, પરંતુ ગંભીર અસર જોવા મળી શકે છે. અમેરિકા એ ભારતનું સૌથી મોટું વ્યાપારિક ભાગીદૃાર છે, આવી સ્થિતિમાં ભારતથી અમેરિકા મોકલવામાં આવતી ચીજવસ્તુઓ પર જ્યારે ૧૦%નો વધારાનો ટેક્સ લાગશે, ત્યારે તે ત્યાં મોંઘી થઈ જશે.