અમેરિકા-ઈરાન યુદ્ધ ટાળવા અને શાંતિ જાળવવા માટે તૈયાર થઈ ગયા છે અને બંને દૃેશો ૧૯મી જૂનના રોજ સ્વિત્ઝર્લૅન્ડમાં સહી સિક્કા કરવાના છે, જોકે હવે ઈઝરાયલ દ્વારા લેબેનૉન પર હુમલા થવાના કારણે આ શાંતિ કરાર પાણી ફરી જવાની સંભાવના વધી ગઈ છે. વાસ્તવમાં ઈઝરાયલે તાજેતરમાં જ લેબેનૉનમાં ભયાનક હુમલા કરતા ઈરાન નારાજ થઈ ગયું છે. હવે સ્થિતિ એવી ઊભી થઈ છે કે, ઈરાને કરારમાં વધુ એક માંગ કરી દૃીધી છે.
ઈરાનના ટોચના રાજદ્વારીએ કહૃાું કે, જો અમેરિકાએ યુદ્ધ ખતમ માટેનો કરાર કરવો હોય તો પહેલા લેબેનૉનમાંથી ઈઝરાયલી સેનાને હટાવવી પડશે. વિદૃેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પણ ઈરાની સરકારી ટેલિવિઝન પર મહત્ત્વનું નિવેદૃન જાહેર કર્યું છે.
તેમણે અન્ય દૃેશોના રાજદ્વારીઓને કહૃાું છે કે, ઈઝરાયલે દૃક્ષિણ લેબેનૉન પર કરેલો કબજો અમેરિકા-ઈરાન વચ્ચે થયેલી સમજૂતીનું ઉલ્લંઘન છે.
અરાઘચીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, લેબેનૉનમાં ચાલી રહેલું યુદ્ધ પણ સંપૂર્ણ યુદ્ધ ખતમ કરવાનો મહત્ત્વનો ભાગ છે, તેથી લેબેનૉનમાં પણ યુદ્ધ ખતમ કરવું પડશે. ઈઝરાયલી સેના યુદ્ધ કરીને લેબેનૉનના કેટલા વિસ્તારોમાં કબજો જમાવ્યો છે, તેથી જ્યાં સુધી આ વિસ્તારોમાંથી સેના નહીં હટે, ત્યાં સુધી યુદ્ધ સંપૂર્ણ ખતમ થઈ ગયું હોવાનું માનવમાં નહીં આવે.
તેમણે એમ પણ કહૃાું કે, જો ઈઝરાયલ લેબેનૉન પર વધુ હુમલા કરશે તો તેને સમજૂતીનું ઉલ્લંઘન માનવામાં આવશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, લેબેનૉન સમજૂતીનો ભાગ છે કે નહીં, તે અમેરિકાએ હજુ સુધી કહૃાું નથી. બીજીતરફ ઈઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂ અમેરિકા-ઈરાનની સમજૂતીથી નારાજ છે. નેતન્યાહૂએ શાંતિ કરારને ટ્રમ્પનો નિર્ણય ગણાવ્યો છે. તેમણે કહૃાું કે, ઈઝરાયલ પોતાની પ્રાથમિકતા મુજબ નિર્ણય લેશે અને તેઓ લેબેનૉનમાં બફર ઝોનમાં જ્યાં સુધી જરૂર જણાશે ત્યાં સુધી રહેશે.
લેબ્ોનોનમાં ઇઝરાયલે ભીષણ હુમલા કરતા ઇરાન નારાજ:હવે એવી સ્થિતિ સર્જાઈ કે ઇરાન્ો શાંતિ કરારમાં વધુ એક માગ કરી
ઇરાન ક્યારેય અણુશસ્ત્રો નહી બનાવવા સંમત:ટ્રમ્પ
૩૦૦ મીલીયન ડોલર ચુકવવાની વાત બોગસ
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ બાદ કરાર વિશેની અનેકવિધ વિગતો ચર્ચામાં આવી છે ત્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યુ છે કે કયારેય અણુ હથિયાર ન વિકસાવવા ઈરાન સંમત થયુ છે. બીજી તરફ અમેરિકા 300 મીલીયન ડોલર ચુકવશે તે વાત બોગસ છે.
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ શેર કરીને આ ડીલ અંગે સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમણે વિપક્ષી પાર્ટી પર પ્રહાર કરતા સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર ન રાખવા માટે સંમત થયું છે! આ સાથે જ, અમેરિકા ઈરાનને 300 મિલિયન ડોલર ચૂકવી રહ્યું હોવાની વાર્તા સંપૂર્ણપણે ફેક ન્યૂઝ છે,
આ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે વોશિંગ્ટન અને તેહરાન દ્વારા યુદ્ધનો અંત લાવવા માટે એક પ્રારંભિક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ૠ7 સમિટ માટે ફ્રાન્સ પહોંચ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે, આ ડીલ પર શુક્રવારે જિનીવામાં ઔપચારિક રીતે હસ્તાક્ષર કરવામાં આવશે. આ ઐતિહાસિક ક્ષણે અમેરિકાનું પ્રતિનિધિત્વ વાઇસ પ્રેસિડેેન્ટ જેડી વેન્સ કરશે.
