જી-૭માં પીએમ મોદી -ટ્રમ્પ વચ્ચે મુલાકાત

સ્લોવેકિયાથી જી-૭ સમિટમાં ભાગ લેવા ફ્રાન્સના ઇવિઆન્સ પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, યુરોપિયનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત જી-૧ રાષ્ટ્રના નેતાઓને મળ્યા હતા.

આજે બંને રાષ્ટ્રનેતાઓ ફરી મળશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી જી-૭ શિખર સંમેલનમાં ભાગ લેવા મંગળવારે ફ્રાન્સના એવિયન પહોંચ્યા. તેમણે સોશિયલ મીડિયા પર તેની જાણકારી આપતા કહૃાું કે તેઓ વૈશ્ર્વિક નેતાઓ સાથે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે.
રિપોર્ટ્સ અનુસાર, બુધવારે પીએમ મોદૃીની અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત થઈ શકે છે. જો આ બેઠક થાય છે તો બંને નેતાઓ લગભગ ૧૬ મહિના પછી સામસામે હશે. આ પહેલા બંનેની છેલ્લી મુલાકાત ફેબ્રુઆરી ૨૦૨૫માં વ્હાઇટ હાઉસમાં થઈ હતી.
મોદૃી અને ટ્રમ્પ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ, ટેરિફ, રોકાણ અને વ્યૂહાત્મક ભાગીદૃારી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. બંને દૃેશો વચ્ચે લાંબા સમયથી પ્રસ્તાવિત વ્યાપાર કરાર પર પણ વાતચીત થવાની સંભાવના છે.

રિલેટેડ ન્યૂઝ