રક્ષામંત્રી સહિતના ટોચના અધિકારીઓને ટ્રમ્પ હટાવશે

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથેની સમજુતી કોઈપણ ભોગે અમલમાં મુકવા મકકમ છે તે સમયે એક રિપોર્ટ મુજબ અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગશેથ, સીઆઈએ ડિરેકટર જહોન રીટચકલીફ આ સમજુતીનો વિરોધ કરી રહ્યો છે અને માનવામાં આવે છે કે એક વખત સમજુતી પર સહીસિકકા થઈ ગયા બાદ પ્રમુખ ટ્રમ્પ તેનો વિરોધ કરનારને તેમની ટીમમાંથી હટાવશે અને નવા ચહેરાને લાવશે આ તમામ ઈરાન સામે આકરા પગલાની તરફેણમાં છે તો બીજી બાજુ ઈઝરાયેલે ઈરાન સાથેની સમજુતીની પુન: સમીક્ષા કરવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને વિનંતી કરી હતી પણ ટ્રમ્પે તે ફગાવી દીધી છે. ઈઝરાયેલે આ પુરી સમજુતી જેને મેમોરેન્ડમ ઓફ એસો. નામ આપ્યુ છે તે તેને પણ સુપ્રત કરવા માંગ કરી હતી પણ ટ્રમ્પે તે નકારી છે અને સમજુતીને સ્વીકારી લેવા પ્રમુખ ટ્રમ્પે સલાહ આપી છે.

રિલેટેડ ન્યૂઝ