ટ્રમ્પે આ સંભવિત શુલ્કને મધ્યપૂર્વમાં અમેરિકી સેના દ્વારા આપવામાં આવતી સુરક્ષા સેવાઓની ચુકવણી ગણાવ્યો
મધ્યપૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ચોંકાવનારૂ નિવેદૃન આપ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ઈરાનની સાથે અંતિમ શાંતિ સમજુતિ નિષ્ફળ રહે છે તો અમેરિકા સૌથી મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થનાર વાણિજ્યિક જહાજો પર ટોલ ટેક્સ લગાવી શકે છે. ટ્રમ્પે આ સંભવિત શુલ્કને મધ્યપૂર્વમાં અમેરિકી સેના દ્વારા આપવામાં આવતી સુરક્ષા સેવાઓની ચુકવણી ગણાવ્યો છે.
આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે ઈરાને લેબનાનમાં ઇઝરાયલી હુમલાના વિરોધમાં હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની જાહેરાત કરી છે, જેનાથી વૈશ્ર્વિક તેલ સપ્લાય ઠપ થવાનો ખતરો ઉભો થયો છે. પરંતુ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરના ૧૪ સૂત્રીય ર્સ્ેંં હેઠળ નક્કી કરવામાં આવેલા ૬૦ દિૃવસના સીઝફાયર પીરિયડ દૃરમિયાન કોઈ ટોલ વસૂલ કરવામાં આવશે નહીં.
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ પર લખ્યું કે ૬૦ દિૃવસના યુદ્ધ વિરામ દૃરમિયાન કોઈ ટોલ લાગશે નહીં. ત્યારબાદૃ પણ કોઈ ટેક્સ હશે નહીં, પસ અંતિમ ડીલ પૂરી થઈ જાય. પરંતુ જો ડીલ ફેલ થઈ તો મધ્યપૂર્વના દૃેશોને ગાર્ઝિયન એન્જલ (રક્ષક ના રૂપમાં આપવામાં આવેલી અમારી સેવાઓ અને ખર્ચની ભરપાઈ માટે આ ટોલ ગમે તે સ્થિતિમાં લગાવવામાં આવશે.
આ ઐતિહાસિક પરંતુ નાજુક સમજુતિને અંતિમ રૂપ આપવા માટે કૂટનીતિક હલચલ વધી ગઈ છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ શનિવારે સાંજે સ્વિટ્ઝર્લૅન્ડ માટે રવાના થઈ ગયા છે, તેઓ ઈરાની વાર્તાકારોની સાથે વાત કરશે. બીજીતરફ ઈરાન તરફથી સંસદૃ અધ્યક્ષ અને મુખ્ય વાર્તાકાર મોહમ્મદૃ બાધેર ગાલિબફ, વિદૃેશ મંત્રી અબ્બાસ અરાધચી સહિત કેન્દ્રીય બેંક અને તેલ મંત્રાલયના સર્વોચ્ચ અધિકારીઓનું એક દૃળ સ્વિટ્ઝર્લૅન્ડ પહોંચી ગયું છે.
આ વાતચીતના કેન્દ્રમાં સીઝફાયર સિવાય વિદૃેશોમાં ફ્રીઝ કરવામાં આવેલી અબજો ડોલરની ઈરાની સંપત્તિઓને બહાલ કરવાનું પણ સામેલ છે. આ બેઠક પહેલા શુક્રવારે યોજાવાની હતી, પરંતુ લેબનાનમાં ઈઝરાયલ અને હિઝબ્લુલાહ વચ્ચે વધતા હુમલાને કારણે ઈરાને શરૂઆતમાં પગ પાછળ ખેંચી લીધા હતા, જેનાથી પ્રક્રિયામાં વિલંબ થયો. અમેરિકા અને કતરના મધ્યસ્થો દ્વારા જારી પ્રયાસો બાદૃ ઈરાન બીજીવાર ટેબલ પર આવવા માટે રાજી થયું છે. વેન્સે આશા વ્યક્ત કરી કે તે પરમાણુ વાર્તા અને દૃક્ષિણી લેબનાનમાં શાંતિ બહાલ કરવાને લઈને સકારાત્મક પરિણામની સાથે પરત ફરશે.
