૧૮ લોકોની હજુ કોઈ ભાળ ન મળી કતારના બરજાન ગેસ પ્લાન્ટમાં ભીષણ વિસ્ફોટ, ૧૩ના મોત

ઈરાને કરેલા બોમ્બમારા અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરી દૃેવાને કારણે કતાર બહારના દૃેશોને ગેસ મોકલી શકતું ન હતું, જેથી કતારે ગેસનું ઉત્પાદૃન બંધ કરવું પડ્યું હતું

ગલ્ફના દૃેશ કતારમાં લાફાન ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા બરઝાન ગ્ોસ સપ્લાય પ્લાન્ટમાં રવિવારે મોડી રાત્રે જોરદૃાર વિસ્ફોટ સાથે લાગ્ોલી ભીષણ આગમાં આશરે ૫૪ જેટલા કર્મચારીઓ દૃાઝી જતા- ઘાયલ થયા હતા અને ૧૮ કર્મચારીઓ ગુમ થયા હતા, દૃુર્ઘટનાનો ભોગ બન્ોલા ગ્ોસ સપ્લાય પ્લાન્ટમાંથી આગની જવાળાઓ નિકળી રહેલી નજરે પડે છે.

કતારના પ્રખ્યાત રસ લાફાન ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા બરજાન ગેસ સપ્લાય પ્લાન્ટમાં રવિવારે મોડી રાત્રે એક ભયાનક વિસ્ફોટ થયો હતો, જેના કારણે ત્યાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં ભારત અન્ો પાકિસ્તાનના નાગરિકો સહિત ૧૩ લોકોના મોત થયા હતા જ્યારે આશરે ૫૪ કર્મચારીઓ ઘાયલ થયા છે, જ્યારે અન્ય ૧૮ કર્મચારીઓ હજી પણ ગુમ છે. આ અકસ્માતને કારણે વૈશ્ર્વિક ઊર્જા બજારમાં મોટો આંચકો લાગવાની આશંકા સેવાઈ રહી છે.વાસ્તવમાં આ અકસ્માત ત્યારે થયો જ્યારે કર્મચારીઓ ગેસ ટર્મિનલ ફરીથી શરૂ કરી રહૃાા હતા. ઈરાને કરેલા બોમ્બમારા અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરી દૃેવાને કારણે કતાર બહારના દૃેશોને ગેસ મોકલી શકતું ન હતું, જેથી કતારે ગેસનું ઉત્પાદૃન બંધ કરવું પડ્યું હતું. જો કે, યુદ્ધનો કાયમી અંત લાવવા માટે ચાલી રહેલી શાંતિ મંત્રણા વચ્ચે ઈરાને આ દૃરિયાઈ માર્ગ પરથી પોતાનો પ્રતિબંધ હળવો કર્યો હતો. આ તકનો લાભ લઈને કતારે પોતાનું નિકાસ ટર્મિનલ ફરી ચાલુ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે જ સમયે આ ભયાનક બ્લાસ્ટ થઈ ગયો.દૃુનિયાના અગ્રણી કુદૃરતી ગેસ ઉત્પાદૃક દૃેશોમાં કતારનું નામ ટોચ પર છે. કતારના આ મુખ્ય નિકાસ કેન્દ્રમાં થયેલા અકસ્માતના કારણે વૈશ્ર્વિક ઊર્જા બજારમાં ભારે ઉથલપાથલ મચી શકે છે. સરકારી કંપની ‘કતાર એનર્જીએ પુષ્ટિ કરી છે કે રવિવારે રાત્રે પ્લાન્ટ શરૂ કરતી વખતે થયેલા વિસ્ફોટ અને આગના કારણે ૫૪ લોકો ઈજાગ્રસ્ત થયા છે અને ૧૮ લોકો હજી પણ લાપતા છે.વિસ્ફોટના કારણે પ્લાન્ટને કેટલું આર્થિક અને માળખાકીય નુકસાન થયું છે, તેનો સચોટ આંકડો હજી સામે આવ્યો નથી. શરૂઆતમાં કતારના અધિકારીઓએ આ અકસ્માતમાં માત્ર થોડા જ લોકો ઘાયલ થયા હોવાની માહિતી આપી હતી, પરંતુ ઘટનાના થોડા કલાકો બાદૃ કતારના ગૃહ મંત્રાલયે ઈજાગ્રસ્તો અને ગુમ થયેલા લોકોની વાસ્તવિક સંખ્યા જાહેર કરી હતી, જે અગાઉના આંકડા કરતાં ઘણી વધારે છે.

રિલેટેડ ન્યૂઝ