Jai Hind

ઓસ્ટ્રેલિયાની થીંક ટેન્ક લોવીના સર્વેમાં દૃુનિયાના સુપરપાવર દૃેશો કરતાં ભારત પર લોકોન્ો વધુ વિશ્ર્વાસ

મોટી સત્તા ગણાતા અમેરિકા અન્ો ચીન પ્રત્યે ઓસ્ટ્રેલિયન લોકો વધુ સાવધ-શંકાશીલ બન્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીના નેતૃત્વમાં વૈશ્ર્વિક સ્તરે ભારતની છબી સતત મજબૂત થઈ રહી છે. આર્થિક અને વ્યૂહાત્મક રીતે ઝડપથી શક્તિશાળી બની રહેલા ભારત પર હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિશ્ર્વાસ વધી રહૃાો છે. આ વાતનો પુરાવો ઓસ્ટ્રેલિયાના પ્રતિષ્ઠિત િંથક-ટેક્ધ ’લોવી ઇન્સ્ટિટ્યૂટ’ના તાજેતરના સર્વેક્ષણમાં જોવા મળ્યો છે. આ સર્વે અનુસાર, ઓસ્ટ્રેલિયાના નાગરિકોએ અમેરિકા, ચીન અને રશિયા જેવા વૈશ્ર્વિક સુપરપાવર દૃેશો કરતા ભારતને વધુ ભરોસાપાત્ર ગણાવ્યું છે.
જૂન ૨૦૨૬માં જાહેર થયેલા લોવી ઇન્સ્ટિટ્યૂટના અહેવાલ મુજબ, ૫૦ ટકા ઓસ્ટ્રેલિયાઈ નાગરિકો ભારત પર સંપૂર્ણ ભરોસો રાખે છે. તેનાથી વિપરીત, માત્ર ૩૧ ટકા લોકોએ જ અમેરિકા પર પોતાનો વિશ્ર્વાસ દૃર્શાવ્યો છે. જ્યારે ચીન પર ભરોસો કરનારા લોકોની સંખ્યા ૨૮ ટકા અને રશિયા પર વિશ્ર્વાસ રાખનારા લોકોની સંખ્યા માત્ર ૧૧ ટકા નોંધાઈ છે. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે વૈશ્ર્વિક મંચ પર ભારતનો પ્રભાવ અને લોકપ્રિયતા કઈ હદૃે વધી રહૃાા છે.
રિપોર્ટના વિશ્લેષણ અનુસાર, ૪૬ ટકા ઓસ્ટ્રેલિયાઈ નાગરિકોનું માનવું છે કે ભારત વૈશ્ર્વિક બાબતોમાં ખૂબ જ જવાબદૃારીપૂર્વક ભૂમિકા ભજવશે. આ ઉપરાંત, ૪ ટકા લોકોએ ભારતની વર્તમાન લીડરશિપ પર ’ખૂબ જ વધારે ભરોસો’ વ્યક્ત કર્યો છે.

આ પરિણામો દૃર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને એક પરિપક્વ, સ્થિર અને વિશ્ર્વાસુ મિત્ર દૃેશ તરીકે જોવામાં આવી રહૃાો છે.
આ સર્વેનું સૌથી ચોંકાવનારું પાસું એ છે કે દૃુનિયાની બે મોટી સત્તાઓ ગણાતા અમેરિકા અને ચીન પ્રત્યે ઓસ્ટ્રેલિયાના લોકો હવે વધુ સાવધ અને શંકાશીલ બન્યા છે. ખાસ કરીને અમેરિકા પરનો ભરોસો ઘટીને ૩૧ ટકા થઈ ગયો છે, જે આ સર્વેના ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી નીચું સ્તર છે. બંને દૃેશોની આક્રમક નીતિઓને કારણે લોકોનો તેમના પરથી વિશ્ર્વાસ ઘટ્યો છે.
નિષ્ણાતોના મતે, ભારતની મજબૂત આર્થિક સ્થિતિ, સક્રિય વિદૃેશ નીતિ અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વધી રહેલી મહત્વની ભૂમિકાએ દૃેશને આ નવી ઊંચાઈ પર પહોંચાડ્યો છે. પીએમ મોદૃીની વૈશ્ર્વિક ઓળખ અને મુત્સદ્દીગીરીને કારણે જ આજે ઓસ્ટ્રેલિયા જેવા વ્યૂહાત્મક ભાગીદૃાર દૃેશમાં પણ ભારત પ્રત્યેનો આદૃર અને વિશ્ર્વાસ સતત મજબૂત થઈ રહૃાો છે.