Jai Hind

સપ્ટેમ્બરમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત આવશે

ભારત અને ચીન વચ્ચે સંબંધોને આગળ વધારવા હાલમાં જ વડાપ્રધાન મોદી બીજીંગ ગયા હતા. હવે તા.12-13 સપ્ટે.ના ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત આવી રહ્યા છે. તેઓ બ્રીકસ દેશોની મળનારી શિખર પરિષદમાં હાજરી આપશે અને તેની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જિનપિંગ ઉચ્ચ કક્ષાની બેઠક પણ યોજશે. હાલમાં ભારતમાં બ્રીકસ દેશોના વિદેશમંત્રીઓની બેઠક મળી રહી છે અને તેમાં 12-13 સપ્ટે.ના રોજ મળનારી શિખર પરિષદની બેઠકમાં ચીનના રાષ્ટ્રપતિ પણ આગળ રહેશે તેવો સંકેત મળ્યો છે અને બ્રીકસ દેશોના વધુને વધુ રાષ્ટ્રવડા હાજર રહે તે પ્રયત્નો થઈ રહ્યા છે. જો કે જિનપિંગના ભારત પ્રવાસ અંગે હજુ કોઈ સતાવાર જાહેરાત થઈ નથી.