૪૧ વર્ષ બાદ કેનેડાએ સત્તાવાર રીતે સ્વીકાર્યું
વર્ષ ૧૯૮૫માં થયેલા એર ઈન્ડિયાના વિમાન બ્લાસ્ટ મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે એક બહુ મોટો ખુલાસો થયો છે. કેનેડાની સરકારી એજન્સીએ આખરે સત્તાવાર રીતે સ્વીકારી લીધું છે કે આ ભયાનક આતંકી હુમલા પાછળ ખાલિસ્તાની આતંકવાદૃીઓનો જ હાથ હતો. ભારત શરૂઆતથી જ આ વલણ પર કાયમ હતું, પરંતુ કેનેડાએ આ સત્ય સ્વીકારવામાં ૪૧ વર્ષ જેટલો લાંબો સમય લગાડી દૃીધો. કેનેડિયન સિક્યુરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ (ઝ્રજીૈંજી) દ્વારા આ હુમલાને તેમના દૃેશના ઇતિહાસનો સૌથી ઘાતક આતંકી હુમલો ગણાવવામાં આવ્યો છે.આ ઘટના ૨૩ જૂન, ૧૯૮૫ના રોજ ઘટી હતી. કેનેડાના મોન્ટ્રિયલ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાની લાઈટ ૧૮૨ (સમ્રાટ કનિષ્ક)એ મુંબઈ આવવા માટે ટેક ઓફ કર્યું હતું, જેનું લંડનમાં હોલ્ટ હતું. આ વિમાન જ્યારે આઇરિશ કોસ્ટથી આશરે ૨૦૦ માઇલ દૃૂર એટલાન્ટિક મહાસાગર પર ૩૧,૦૦૦ ફૂટની ઊંચાઈએ ઉડી રહૃાું હતું, ત્યારે અચાનક રડારમાંથી ગાયબ થઈ ગયું. આતંકી સંગઠન બબ્બર ખાલસાના આતંકવાદૃીઓએ વિમાનના કાર્ગો હોલ્ડ (સામાન રાખવાની જગ્યા)માં બોમ્બ ગોઠવ્યો હતો. હીથ્રો એરપોર્ટ પર પ્લેન લેન્ડ થાય તેના ૪૫ મિનિટ પહેલા જ હવામાં આ બોમ્બ ફાટ્યો અને ૮૨ બાળકો તેમજ ૪ નવજાત શિશુઓ સહિત કુલ ૩૨૯ નિર્દૃોષ લોકોના મોત નીપજ્યા હતા.