ઓમાને નવો રૂટ શરૂ કરતા ઇરાન વિફર્યુ: ફરી તનાવ
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલ્યા બાદૃ પણ ત્યાં તણાવ અને સંઘર્ષનું સ્તર બહુ ઓછું થયું નથી. ગુરુવારે હોર્મુઝમાં ઓમાન તરફથી પસાર થઈ રહેલા િંસગાપોરના એક ઓઈલ ટેન્કરને ચેતવણી આપતા ઈરાની નેવીએ કહૃાું કે, તમે અમારી મિસાઈલની રેન્જમાં છો અને ઈરાની નેવી ગમે ત્યારે ફાયર કરી શકે છે. યુદ્ધવિરામ બાદૃ ઈરાનની આ ચેતવણીથી હોર્મુઝમાં ફરી એકવાર માહોલ તણાવપૂર્ણ બની ગયો છે. ઓમાને સંયુક્ત રાષ્ટ્ર ના સહયોગથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં પોતાના દૃરિયાકાંઠાના વિસ્તારોમાંથી જહાજો અને ઓઈલ ટેન્કરો પસાર થવા માટે એક નવો રૂટ એક્ટિવેટ કરી દૃીધો છે. આ રૂટ શરૂ થવાથી હોર્મુઝમાં ઈરાનની દૃાદૃાગીરી ખતમ થઈ જશે. ઓમાનના આ પગલાને અમેરિકાનો સાથ મળ્યો છે, પરંતુ તેનાથી ઈરાન ચિડાયેલું છે.ગુરુવારે ઘણા ટેન્કરોએ સંયુક્ત રાષ્ટ્રની દૃરિયાઈ એજન્સી દ્વારા દૃર્શાવવામાં આવેલા નવા રસ્તા પરથી હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યું હતું. ઈરાને ઓમાનના કિનારા પાસેથી પસાર થતા આ રસ્તાનો ઉપયોગ કરનારા જહાજોને ધમકી આપી છે. આ મહત્વપૂર્ણ દૃરિયાઈ માર્ગ પર વૈકલ્પિક રૂટ ખુલવાથી વિશ્ર્વના અર્થતંત્ર પરનું દૃબાણ ઘટશે અને અમેરિકા સાથે ચાલી રહેલી શાંતિ વાટાઘાટોમાં ઈરાનની સોદૃાબાજી કરવાની ક્ષમતા ખતમ થઈ જશે.