પ્રવાસ માટેના તમામ જરૂરી પ્રવાસ દૃસ્તાવેજો હાથમાં ન આવી જાય, ત્યાં સુધી ભારતમાંથી પોતાની યાત્રા શરૂ ન કરવી
ખાનગી ટૂર ઓપરેટરો દ્વારા કૈલાશ માનસરોવર યાત્રા પર જઈ રહેલા ભારતીય નાગરિકો માટે વિદૃેશ મંત્રાલયેએ એક અત્યંત મહત્વની એડવાઇઝરી જાહેર કરી છે. મંત્રાલયે જણાવ્યું છે કે પ્રાઈવેટ ટૂર ઓપરેટરો દ્વારા ચીનના જરૂરી એન્ટ્રી પરમિટ અને વિઝા મેળવ્યા વિના જ યાત્રા પર નીકળેલા અનેક ભારતીય નાગરિકો હાલ નેપાળમાં અટવાયા છે. જેમના તરફથી મદૃદૃ માટે વિનંતીઓ મળી રહી છે. હાલ આવા અંદૃાજે ૫૨ જેટલા ભારતીય શ્રદ્ધાળુઓ નેપાળના કાઠમંડુમાં ફસાયા છે અને આગળની સુરક્ષિત મુસાફરી માટે ભારત સરકારની તાત્કાલિક સહાયની રાહ જોઈ રહૃાા છે. વિદૃેશ મંત્રાલયે દૃેશના નાગરિકોને સ્પષ્ટ સલાહ આપી છે કે જ્યાં સુધી સંપૂર્ણ પ્રવાસ માટેના તમામ જરૂરી પ્રવાસ દૃસ્તાવેજો (વિઝા અને પરમિટ) હાથમાં ન આવી જાય, ત્યાં સુધી ભારતમાંથી પોતાની યાત્રા શરૂ ન કરવી. અધૂરા દૃસ્તાવેજો સાથે અથવા વિઝા મળી જશે તેવી આશાએ પ્રવાસ શરૂ કરવાથી અધવચ્ચે અટવાઈ જવાની શક્યતા નોંધપાત્ર રીતે વધી જાય છે. આ ઉપરાંત, મંત્રાલયે શ્રદ્ધાળુઓને ભારપૂર્વક જણાવ્યું છે કે તેઓ જે ટૂર ઓપરેટર સાથે જઈ રહૃાા છે તે સત્તાવાર રીતે રજિસ્ટર્ડ અને પ્રમાણિત છે કે નહીં તેની પણ અગાઉથી ખાતરી કરી લે. નેપાળમાં ફસાયેલા યાત્રિકોનો આ ગંભીર મુદ્દો નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (શરદૃ પવાર)ના સાંસદૃ સુપ્રિયા સુલેએ શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર ઉઠાવ્યો હતો. તેમણે વિદૃેશ મંત્રાલય અને ભારતીય દૃૂતાવાસોને તાત્કાલિક દૃરમિયાનગીરી કરવા વિનંતી કરી હતી. સુલેએ પોતાની પોસ્ટમાં લખ્યું, “કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયેલા આશરે ૫૨ ભારતીય નાગરિકો હાલ કાઠમંડુમાં અટવાયા છે અને તેમને તાકીદૃની મદૃદૃની જરૂર છે. હું વિદૃેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, કાઠમંડુ અને બેઇિંજગ સ્થિત ભારતીય દૃૂતાવાસોને આ બાબતે યોગ્ય પગલાં ભરીને ભક્તોની સુરક્ષિત આગળની યાત્રા સુનિશ્ર્ચિત કરવા અપીલ કરું છું.” ઉલ્લેખનીય છે કે, કૈલાશ માનસરોવર યાત્રા ૨૦૨૬ માટે શ્રદ્ધાળુઓનો પ્રથમ જથ્થો ગત ૨૦ જૂનના રોજ ભારત-ચીન સરહદૃ પર આવેલા નાથુ લા પાસ (દ્ગટ્ઠંરે ન્ટ્ઠ ઁટ્ઠજજ) મારફતે સફળતાપૂર્વક ચીનની સરહદૃમાં પ્રવેશી ચૂક્યો છે. પરંતુ પ્રાઇવેટ ઓપરેટરો દ્વારા નેપાળ થઈને જતા યાત્રિકો માટે દૃસ્તાવેજોની પૂર્તતા કરવી અત્યંત જરૂરી છે.