Jai Hind

સાઉદી અરામકો હેલિકોપ્ટર દૃુર્ઘટનામાં ૧૪ લોકોના મોત

સાઉદૃી અરેબિયાના પૂર્વ શહેર રાસ તનુરામાં રવિવારે સાઉદૃી અરેબિયાના હેલિકોપ્ટર દૃુર્ઘટનાગ્રસ્ત થતાં ઓછામાં ઓછા ૧૪ લોકોના મોત થયા હતા.
સાઉદૃી અરેબિયાના ઉર્જા મંત્રાલયે જણાવ્યું હતું કે આ દૃુર્ઘટના સ્થાનિક સમય મુજબ સવારે ૬ વાગ્યે બની હતી અને તેમાં સવાર તમામ લોકોના મોત થયા હતા. મૃતકો તમામ સાઉદૃી અરેબિયાના નાગરિક હતા. સરકારી સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે દૃુર્ઘટનાનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી, અને અધિકારીઓએ આ ઘટનાની તપાસ શરૂ કરી છે.
આ હેલિકોપ્ટર સાઉદૃી અરામકોનું હતું, જે ઉત્પાદૃન અને બજાર મૂલ્યની દ્રષ્ટિએ વિશ્ર્વની સૌથી મોટી તેલ કંપની છે અને સાઉદૃી અરેબિયાની મોટાભાગની સરકારી માલિકીની ઊર્જા કંપની છે.