ફ્રેન્ચ આઉટલેટ લે પેરિસિયનના જણાવ્યા અનુસાર, મૃતકોમાં પાંચ પ્રશિક્ષકો, પાંચ વિદ્યાર્થીઓ અને પાઇલટનો સમાવેશ થાય છે. અધિકારીઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે કામ કરી રહૃાા હોવાથી ઇમરજન્સી સેવાઓ ઘટના સ્થળે દૃોડી આવી હતી.
મૃતકો નેન્સીની સ્વ-રોજગાર નર્સો હોવાનું માનવામાં આવે છે જે તેમના પ્રથમ સ્કાયડાઇિંવગ અનુભવમાં ભાગ લઈ રહૃાા હતા, એમ ઓર્ડર ઓફ ઇન્ડિપેન્ડન્ટ નર્સીઝની મ્યુર્થે-એટ-મોસેલે શાખાના પ્રમુખ થિએરી પેચેએ ક્રેશ સાઇટથી બીએફએમટીવીને જણાવ્યું હતું. “એવું લાગે છે કે પીડિતો સ્વ-રોજગાર નર્સો છે,” તેમણે કહૃાું.સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, પીડિતોના ઘણા સંબંધીઓએ આ દૃુર્ઘટનાના સાક્ષી બન્યા હતા. તેઓ જૂથના પ્રારંભિક સ્કાયડાઇિંવગ અનુભવને જોવા માટે ભેગા થયા હતા. અધિકારીઓએ પીડિતોના પરિવારોને મદૃદૃ કરવા માટે તબીબી અને મનોવૈજ્ઞાનિક સહાય એકમની સ્થાપના કરી છે.