Jai Hind

યુરોપમાં ગરમીનો મહાપ્રકોપ ફ્રાન્સમાં ભીષણ હીટવેવથી ૧,૦૦૦ લોકોના મોત થયા

મોટાભાગના મૃત્યુ વૃદ્ધોના થયા છે : ૨૦ જૂનથી શરૂ થયેલો આ હીટવેવ યુરોપનો સૌથી ખરાબ હીટવેવ છે

યુરોપમાં ચાલી રહેલી ભીષણ ગરમીને કારણે ફ્રાન્સમાં ૧,૦૦૦થી વધુ લોકોના મોત નોંધાયા છે. આરોગ્ય સંસ્થાઓના મતે આ આંકડો વધારે હોવાની પણ શક્યતાઓ છે. મૃત્યુઆંકની પ્રાથમિક ગણતરીની વિગતો આપતા, સેન્ટી પબ્લિકે (જીટ્ઠહીં ેઁહ્વઙ્મૈૂેી) જણાવ્યું હતું કે, મોટાભાગના મૃત્યુ વૃદ્ધોના થયા છે. રહેણાંક સંભાળ કેન્દ્રો (ઇીજૈઙ્ઘીહૈંટ્ઠઙ્મ ઝ્રટ્ઠિી) અને ઘરોમાં થયેલા મોત વિશે વધુ માહિતી ઉપલબ્ધ થતાં મૃત્યુદૃરમાં હજુ વધારો થવાની પણ આશંકા છે. આ ગરમીએ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે, વીજ ઉત્પાદૃનને ખોરવી નાખ્યું છે, અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડ્યું છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, ૨૦ જૂનથી શરૂ થયેલો આ હીટવેવ યુરોપમાં અત્યાર સુધીનો સૌથી ખરાબ હીટવેવ છે, જ્યાં વૈશ્ર્વિક સરેરાશ કરતા વધુ ઝડપે આબોહવા બદૃલાઈ રહી છે.આ હીટવેવ હવે પૂર્વ તરફ આગળ વધી રહૃાો છે. જો કે ફ્રાન્સની હવામાન એજન્સીએ જણાવ્યું છે કે, દૃેશના મોટાભાગના ભાગોમાં અતિશય ગરમીમાં ઘટાડો થયો છે, પરંતુ ઉત્તર-પૂર્વના કેટલાક વિસ્તારો હજુ પણ હીટવેવની એડવાઇઝરી હેઠળ છે. આરોગ્ય પ્રધાન સ્ટેફની રિસ્ટાએ લા ટ્રિબ્યુન અખબારને જણાવ્યું હતું કે, હવામાન સામાન્ય થયા પછી પણ, આગામી ૧૦ દિૃવસ સુધી હીટવેવની અસર જોવા મળી શકે છે. ગરમીનું આ પ્રકરણ હજી પૂરું થયું નથી. સેન્ટી પબ્લિકે કહૃાું કે, મોટાભાગના મૃત્યુ ૬૫ વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોના થયા છે, જો કે અતિશય ગરમીની આરોગ્ય પરની અસરો તમામ કેટેગરીના લોકો પર જોવા મળી છે.