અમેરિકી સુપ્રીમ કોર્ટનો પ્રમુખ ટ્રમ્પને મોટો ઝટકો
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ટ્રમ્પ સરકાર જે વિવાદૃાસ્પદૃ નિર્ણય દ્વારા અમેરિકામાં જન્મ લેતા વિદૃેશી નાગરિકોના બાળકોને મળતી ’બર્થરાઈટ સિટિઝનશિપ’ (જન્મજાત નાગરિકતા) નાબૂદૃ કરવા માંગતી હતી, તેને સુપ્રીમ કોર્ટે ફગાવી દૃીધી છે.
સુપ્રીમ કોર્ટે પોતાના મહત્વના ચુકાદૃામાં સ્પષ્ટ કર્યું છે કે, અમેરિકાની ધરતી પર જન્મ લેનાર લગભગ દૃરેક બાળકને જન્મથી જ અમેરિકી નાગરિકતા મળતી રહેશે. આ નિર્ણય સાથે ટ્રમ્પની તે યોજના પર હવે પૂર્ણવિરામ લાગી ગયું છે, જેના હેઠળ તેઓ અમેરિકામાં જન્મેલા વિદૃેશીઓના બાળકોને નાગરિકતાથી વંચિત રાખવા ઈચ્છતા હતા.
આ નિર્ણય ટ્રમ્પ સરકાર માટે એક મોટો રાજકીય અને કાનૂની આંચકો માનવામાં આવે છે. ટ્રમ્પ આ કાયદૃાને હંમેશા માટે ખતમ કરવાના પક્ષમાં હતા, પરંતુ કોર્ટે આ કાયદૃાને યથાવત રાખીને લાખો વિદૃેશી પરિવારોને મોટી રાહત આપી છે. કોર્ટના આ આદૃેશ બાદૃ હવે સ્થિતિ પહેલા જેવી જ રહેશે અને અમેરિકામાં જન્મેલું દૃરેક બાળક અમેરિકાનું નાગરિક ગણાશે.