Jai Hind

ચાલો મોદીને ફોન કરીએ, તે સુતા નથી:ટ્રમ્પ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર વડાપ્રધાન મોદીને પોતાના ખાસ મિત્ર તરીકે ગણાવે છે અને તેની સાથે એક મહાન નેતા હોવાનો પણ જણાવે છે. તે સમયે અમેરિકી રાજદૂતે એવું પણ કહ્યું કે પ્રમુખ ટ્રમ્પ પીએમ મોદીને ફોન કરવા માટે રાહ પણ જોતા હોય છે અને તક પણ ઝડપી લેતા હોય છે. ભારત-અમેરિકા વ્યુહાત્મક ભાગીદારી મંચ પર તેઓએ જણાવ્યું કે થોડા મહિના પહેલા હું પ્રમુખ ટ્રમ્પ સાથે મીયામીમાં બેઠો હતો અને ત્યારે ટ્રમ્પે કહ્યું કે ચાલો વડાપ્રધાન મોદીને ફોન કરીએ તે સમયે મે કહ્યું કે અત્યારે ભારતમાં સવારના છ વાગ્યા હશે તો ટ્રમ્પે જવાબ આપ્યો કે મોદી ઉઠી ગયા હશે તે સુતા નથી તે મને પસંદ કરે છે. આમ ગોરે એવો દાવો કર્યો કે બંને વચ્ચે જે મિત્રતા છે તેમાં શેડયુલની ચિંતા થતી નથી.