Jai Hind

મોદી ન્યુઝીલેન્ડના નેતૃત્વ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી વાટાઘાટો કરશે

વડાપ્રધાન મોદૃીનું ન્યુઝીલેન્ડમાં ઉષ્માભર્યું સ્વાગત

ઇન્ડોન્ોશિયા અને ઓલ્ટ્રેલિયાની મુલાકાત લઇ ન્યુઝીલેન્ડની મુલાકાત ઓકલેન્ડ પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીનું ભારતીય સમુદૃાયના લોકો દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્ો પ્રસંગની તસ્વીરમાં પીએમ મોદૃી પ્રવાસી ભારતીયોનું અભિવાદૃન કરી રહૃાા છે.

ઓકલેન્ડ એરપોર્ટ રેડકાર્પ્ોટ સાથે મોદૃીનું ગાર્ડ ઓફ ઓનર આપી અભિવાદૃન કરાયુ

ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદૃીએ ન્યુઝીલેન્ડની પોતાની સત્તાવાર મુલાકાત સાથે ઇતિહાસ રચ્યો છે. છેલ્લા ૪૦ વર્ષમાં કોઈ ભારતીય વડા પ્રધાન દ્વારા ન્યુઝીલેન્ડની આ પ્રથમ મુલાકાત છે, જે બંને દૃેશો વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જશે. પીએમ મોદૃી શુક્રવારે સાંજે ઓસ્ટ્રેલિયાથી સીધા ઓકલેન્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતર્યા હતા.ઓકલેન્ડ એરપોર્ટ પર ન્યુઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન પોતે પીએમ મોદૃીનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. પીએમ લક્સન અને પીએમ મોદૃી વચ્ચેની મુલાકાત ખૂબ જ આત્મીય રહી, જ્યાં તેઓ એકબીજાને ભેટ્યા હતા. આ પ્રસંગે પીએમ લક્સને કહૃાું કે, એક વૈશ્ર્વિક નેતાનું ન્યુઝીલેન્ડની ધરતી પર આગમન એ દૃેશ માટે અત્યંત ગર્વ અને મહત્વની બાબત છે. એરપોર્ટ પર રેડ કાર્પેટ સાથે બંને દૃેશોના સૈન્યના પ્રતિનિધિઓએ ગાર્ડ ઓફ ઓનર આપીને તેમનું અભિવાદૃન કર્યું હતું.પોતાની આ મુલાકાત દૃરમિયાન, પીએમ મોદૃી ન્યુઝીલેન્ડના નેતૃત્વ સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. પીએમ મોદૃીએ જણાવ્યું કે આ ચર્ચાઓનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના આર્થિક, વેપાર અને વાણિજ્યિક સંબંધોને વેગ આપવાનો રહેશે. બંને દૃેશો વચ્ચે મુક્ત વેપાર કરાર દ્વારા વ્યાપારિક ભાગીદૃારીને વધુ મજબૂત બનાવવાની તૈયારીઓ છે.