ઇરાનમાં અમેરિકાના હુમલામાં સ્ૌનિકો સહિત ૧૭ના મોત
ખામન્ોઇ સહિતની હત્યાનો બદૃલો લવાની ઇરાન ત્ૌયારી કરી રહૃાુ છે
ઇરાન સાથેનો યુધ્ધવિરામ સત્તાવાર રીત્ો ટ્રમ્પ્ો ખતમ કર્યો
ઇઝરાયેલે ગુપ્તચર રિપોર્ટ મોકલતા પ્રમુખ ટ્રમ્પ્ો તુર્કીથી પરત ફરતા જૂના એરફોર્સ-વનનો ઉપયોગ કર્યો
વોશિંગ્ટન: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર તમો ઈરાનના ટાર્ગેટ પર પ્રથમ ક્રમે હોવાનો દાવો કરી રહ્યા છે અને હાલમાં તેના તુર્કી પ્રવાસ સમયે ઈરાનમાં પણ ટ્રમ્પ નજીક જ છે. મિસાઈલ દાગી દો તેવી માંગ કરતા પોષ્ટર પણ લાગ્યા હતા. તે વચ્ચે હવે ઈઝરાયેલ અમેરિકાને મોકલેલા ટોપ સિક્રેટ એસો.માં સ્પષ્ટ ચેતવણી આપી છે કે ઈરાનના ધાર્મિક તથા શાસન વડા આયાતોલ્લાહ ખામેનેઈ સહિતના તેના ટોચના નેતૃત્વની હત્યાનો બદલો લેવા ઈરાન હવે ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્લાન કરી રહ્યું છે. હાલમાં જ અમેરિકા-ઈરાન વચ્ચેનો યુદ્ધ વિરામ પુરી રીતે તુટી પડયા છે અને ફરી હુમલા શરૂ થયા છે તે સમયે આવેલી આ ચેતવણી પણ સ્થિતિને ગંભીર બનાવતી જાય છે. ધી વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ ઈઝરાયેલના સૂત્રોને ટાંકીને આ પ્રકારે પ્લાનીંગ થયું હોવાનો દાવો થયો છે. હાલમાં પ્રમુખ ટ્રમ્પ તુર્કીમાં હતા તે સમયે તેમનું નવું કતારે ભેટમાં આપેલુ વિમાન અસલામત હોવાનો સંકેત મળતા મિસાઈલ હુમલાને પણ ખાળી શકતા એરફોર્સ વનને પણ તેનાત કરાયુ હતું અને ટ્રમ્પે તેમાં વળતો પ્રવાસ કર્યો હતો. આ ઉપરાંત આયાતુલ્લા ખામેનેઈની અંતિમયાત્રા સમયે પણ ડેથ-ટુ-અમેરિકાના સૂત્રો સતત સંભળાતા હતા. ઈરાનમાં હાલ ધાર્મિક ઝૂનૂન ચરમસીમાએ છે તથા ટ્રમ્પ પર હુમલા માટે પ્રયાસ થાય તેવી પણ શકયતા નકારાતી નથી. આથી પ્રમુખ ટ્રમ્પની સુરક્ષામાં ભારે વધારો કરાયો છે.
સમજુતી તુટી પડયાની જાહેરાત બાદ ફરી એક વખત અમેરિકા-ઈરાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધમાં અમેરિકાએ દક્ષિણ ઈરાનના કોનાસ્કથી ચાબહાર તથા અબ્બાસ બંદરને નિશાન બનાવ્યા છે તથા મધ્ય ઈરાનમાં તહેરાન-મશરૂહ પર હુમલા કરીને ટ્રેન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે તો ઈરાને પણ કુવૈત તથા બહેરીનમાં ફયુલ સ્ટેશનોને નિશાન બનાવાયા છે. એક તરફ ઈરાનમાં આયાતુલ્લા ખામેનેઈની અંતિમવિધિ પુરી થતા જ યુદ્ધ વધુ ભીષણ બન્યુ છે અને તેમાં ઈરાનના લશ્કરી મથકો પર હુમલામાં હવાઈદળ-નૌકાદળના 8 સૈનિકો સહિત 17 લોકો માર્યા ગયા છે તથા 78 ઘાયલ થયા છે. દક્ષિણ ઈરાનમાં અમેરિકાએ સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો હતો જેમાં બુશહર પ્રાંતમાં પણ અનેક સ્થળોએ ધડાકા સંભળાતા હતા. બુશહર પ્રાંતને પણ નિશાન બનાવાયા છે.
હુમલા ચાલુ રહેશે તો હોર્મુઝ ફરી બંધ કરી દૃેવાશે:ઇરાન
અમેરિકા-ઇરાન વચ્ચે નવેસરથી ભયાનક યુધ્ધ શરુ થઇ ગયું છે. અમેરિકાએ ઇરાન પર જબરદસ્ત બોમ્બવર્ષા કરી હતી ત્યારે હવે ઇરાને એવો દાવો કર્યો છે કે તેની એરડીફેન્સ પ્રણાલીએ અમેરિકી એમક્યુ-9 ડ્રોન તોડી પાડ્યું હતું. અમેરિકાના આ અતિ આધુનિક ડ્રોનને ઇન્ટરસેપ્ટ કર્યા બાદ તેને નષ્ટ કરી દેવામાં આવ્યું હતું. બીજી તરફ ઇરાને અમેરિકાને એવી ચેતવણી આપી છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં દખલ ન કરે અમેરિકન હુમલા ચાલુ રહેશે તો હોર્મુઝ ફરી બંધ કરી દેવામાં આવશે અને તેની સમગ્ર દુનિયાના અર્થતંત્ર પર અસર થશે. અમેરિકા દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું છે કે બે દિવસ દરમિયાન ઇરાનના 170થી વધુ સ્થળો પર મિસાઇલ અને ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં સૈન્ય ઠેકાણાઓને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.