ભારતે કડક શબ્દૃોમાં નિંદા કરી
મિડલ ઈસ્ટમાં સમુદ્રી રૂટ પર જારી તણાવ વચ્ચે ઓમાની દૃરિયાકાંઠે એક વાણિજ્ય જહાજ પર હુમલા બાદૃ ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. વિદૃેશ મંત્રાલયે સત્તાવાર નિવેદૃનમાં ઓમાન દૃરિયાકાંઠા પર કોમર્શિયલ જહાજ GFS ગેલેક્સી પર હુમલાની કડક શબ્દૃોમાં િંનદૃા કરી છે.
આ હુમલાએ ભારતની િંચતા વધારી છે કારણ કે તેમાં ભારતીય નાગરિક સવાર હતા. વિદૃેશ મંત્રાલય પ્રમાણે હુમલો થવાની સાથે રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું. જહાજ પર સવાર કુલ ૧૧ ભારતીય નાગરિકોમાંથી ૧૦ને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. દૃુખદૃ વાત છે કે ૧ ભારતીય નાગરિક હજુ લાપતા છે, જેને શોધવા માટે ઓપરેશન ચલાવવામાં આવી રહૃાું છે.
ઓમાન સ્થિત ભારતીય દૃૂતાવાસ દૃરેક સ્થિતિ પર નજર રાખી રહૃાું છે. ભારતીય રાજદ્વારીઓ ઓમાનના અધિકારીઓ અને સ્થાનીક તંત્ર સાથે મળી લાપતા નાગરિક માટે સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશનને સતત કોઓર્ડિનેટ કરી રહૃાાં છે. ભારત સરકારે સંકટના આ સમયમાં ત્વરિત સહાયતા અને સહયોગ આપવા માટે ઓમાન સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો છે.