Jai Hind

ભારત-મ્યાનમાર સરહદે ૬ વર્ષ બાદ ફરીથી વ્યાપાર શરૂ થશે

૨૦ જુલાઈથી લિપુલેખ પાસથી વેપારીઓ ટ્રેડ કરશે

ભારત અને મ્યાનમાર વચ્ચેના સંબંધોને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. પેંગસાઉ પાસ પર ભારત અને મ્યાનમાર વચ્ચે સરહદૃી વેપાર ફરી શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
છેલ્લા છ વર્ષથી વધુ સમયથી આ વેપાર બંધ હતો. જોકે, હવે બંને પક્ષોના વ્યાપારી સંગઠનોની બેઠક બાદૃ ૨૦ જુલાઈથી તે ફરી શરૂ થવા જઈ રહૃાો છે. ’ફ્રી મૂવમેન્ટ રિજીમ’ હેઠળ સરહદૃ પારના વેપારથી બોર્ડરની બંને બાજુએ ૧૦ કિલોમીટરના દૃાયરામાં રહેતા લોકોને સ્થાનિક વેપાર અને સરહદૃ પાર લેણદૃેણ કરવાની મંજૂરી મળે છે.
કોવિડ-૧૯ મહામારીના કારણે ૩ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ બંધ કરાયેલા આ ટ્રેડ િંલકને ફરીથી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય સ્થાનિક વેપાર પ્રતિનિધિઓ અને મ્યાનમારના તેમના સમકક્ષો વચ્ચે ૯ જુલાઈએ અરૂણાચલ પ્રદૃેશના ચાંગલાંગ જિલ્લામાં વેપાર ફરી શરૂ કરવાની પ્રક્રિયાને આખરી ઓપ આપવા માટે યોજાયેલી બેઠક બાદૃ લેવામાં આવ્યો હતો.
ભારતીય પક્ષના એક સ્થાનિક વ્યાપારી સંગઠનના પ્રમુખ જોંગખમ મોરાંગે જણાવ્યું કે, ’અમને આશા છે કે, આનાથી મહામારી દૃરમિયાન ગુમાવેલી આજીવિકા પાછી મળશે.’ સ્થાનિક ધારાસભ્ય લેસમ સિમાઈએ જણાવ્યું કે, સરહદૃી વેપાર ફરી શરૂ થવાથી વેપારની બહેતર તકો ઊભી થશે. નાના વેપારીઓ અને રહેવાસીઓની આજીવિકામાં સુધારો થશે, જેનાથી સ્થાનિક અર્થતંત્રને મોટો વેગ મળશે. બોર્ડર હાટ દૃર મહિનાની ૧૦, ૨૦ અને ૩૦ તારીખે ચાલશે.