Jai Hind

ફિનલેન્ડમાં ૫ મેથી ગુમ હૈદૃરાબાદના વિદ્યાર્થીનો મૃતદૃેહ મળી આવ્યો

યુરોપના ફિનલેન્ડ દૃેશમાં ભણવા ગયેલા હૈદૃરાબાદૃના ૧૮ વર્ષના વિદ્યાર્થી મણિદૃીપ રેડ્ડી ગુજ્જાનો મૃતદૃેહ ત્યાંની રાજધાની હેલિંસકીના દૃરિયામાંથી મળી આવ્યો છે. મણિદૃીપ ગત ૫ મેથી અચાનક લાપતા થયો હતો અને આશરે બે મહિના બાદૃ તેનો મૃતદૃેહ મળ્યો હોવાની પુષ્ટિ પરિવારના વકીલે કરી છે. જોકે, આ સમગ્ર ઘટનાને શંકાસ્પદૃ ગણાવીને પરિવારે ફિનલેન્ડ પોલીસની તપાસ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને આ મામલે યોગ્ય ન્યાય માટે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.ફિનલેન્ડ સ્થિત ભારતીય દૃૂતાવાસે ૧૦ જુલાઈના રોજ મણિદૃીપના પરિવારને સત્તાવાર માહિતી આપી હતી કે હેલિંસકીના દૃરિયાઈ વિસ્તારમાંથી એક યુવકનો મૃતદૃેહ મળ્યો છે, જેની ઓળખ મણિદૃીપ રેડ્ડી તરીકે થઈ છે. આ સમાચાર સાંભળતા જ હૈદૃરાબાદૃમાં રહેતો પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.