Jai Hind

કુવૈત, બહેરીન, કતારમાં યુએસ બેઝને ઇરાને નિશાન બનાવ્યા

અમેરિકાના હુમલા સામે ઇરાનનો વળતો પ્રહાર: મિડલ ઇસ્ટમાં ભીષણ યુધ્ધ

હોર્મુઝ ખુલ્લુ રહેશે, જહાજોએ ૨૦ ટકા ટેક્સ આપવો પડશે:ટ્રમ્પ

મિડલ-ઈસ્ટમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે અને અમેરિકા તેમજ ઈરાન વચ્ચે શરૂ થયેલું આ યુદ્ધ હવે આસપાસના દૃેશોને પણ પોતાની લપેટમાં લઈ રહૃાું છે. ઈરાનની સૈન્ય પાંખ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (ૈંઇય્ઝ્ર) દ્વારા જોર્ડન, બહેરીન અને કુવૈતમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓ પર એકસાથે અનેક મિસાઇલો છોડવામાં આવી છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં યુદ્ધની સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. ઈરાને દૃાવો કર્યો છે કે આ હુમલામાં ઈઝરાયલના પાડોશી દૃેશ જોર્ડનમાં સ્થિત અમેરિકન એરબેઝના કમાન્ડ સેન્ટર અને ડ્રોન હેંગર્સને સંપૂર્ણપણે નષ્ટ કરી દૃેવામાં આવ્યા છે. ઈરાનની સરકારી મીડિયા ૈંઇૈંમ્ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે જોર્ડનમાં અમેરિકન સૈન્ય મથકો પર થયેલા આ હુમલા બાદૃ ત્યાં તમામ લાઇટ્સની અવરજવર પર અસ્થાયી ધોરણે પ્રતિબંધ લગાવી દૃેવામાં આવ્યો છે. આ પહેલાં પણ ઈરાને જોર્ડનના પ્રિન્સ હસન એરબેઝ પર ઘણી બેલિસ્ટિક મિસાઇલો છોડીને તેના કમાન્ડ સેન્ટર અને સ્ઊ૯ ડ્રોનના હેંગર્સને નિશાન બનાવ્યા હતા. બીજી તરફ, જોર્ડને સત્તાવાર જાહેરાત કરી છે કે તેણે પોતાની સરહદૃ તરફ આવી રહેલી ઈરાનની ચાર મિસાઇલોને હવામાં જ તોડી પાડી છે. જોર્ડનની સરકારી સમાચાર એજન્સી પેટ્રાએ સેનાના હવાલાથી જણાવ્યું છે કે, આ એન્ટી-મિસાઇલ એક્શન દૃરમિયાન કોઈ નાગરિકના હતાહત થવાના કે કોઈ મોટા નુકસાનના સમાચાર નથી. ઈરાની સેના (ૈંઇય્ઝ્ર)એ એક નિવેદૃન જાહેર કરીને આ હુમલા પાછળનું કારણ જણાવ્યું છે. ઈરાને આક્ષેપ કર્યો છે કે, અપરાધી અમેરિકન સરકારે ઓમાનની સરકાર પર પોતાની મરજી થોપીને ફરી એકવાર અમને અજમાવવાનો પ્રયત્ન કર્યો હતો. અમેરિકાએ કેટલાક જહાજોને ઉશ્કેરીને સ્ટ્રેટ ઑફ હોર્મુઝની દૃક્ષિણમાં એક ગેરકાયદૃેસર દૃરિયાઈ રસ્તો બનાવવાની કોશિશ કરી હતી, જેને ઈરાનની નૌસેનાએ કડક કાર્યવાહી કરીને રોકી દૃીધી હતી. આ હારની અકળામણમાં અમેરિકાએ ઈરાનના દૃક્ષિણી તટ પર આવેલા કેટલાક તટીય વિસ્તારો અને ટેલિકોમ ટાવર્સ પર હવાઈ હુમલા કર્યા હતા, જેના જવાબમાં ઈરાને તુરંત જ આ વળતો પ્રહાર કર્યો છે. સોમવારે સવારે જોર્ડનની સાથે-સાથે બહેરીન અને કુવૈત પણ ઈરાની મિસાઇલો અને રોકેટના નિશાને રહૃાા હતા. અમેરિકાના હુમલાના જવાબમાં ઈરાન દ્વારા થઈ રહેલા આ પલટવારના કારણે બહેરીનમાં સોમવારે ત્રીજી વખત મિસાઇલ એલર્ટના સાયરન ગુંજી ઉઠ્યા હતા, જેના લીધે આખો દૃેશ હાઈ એલર્ટ પર છે.
ઈરાનના મીડિયા અહેવાલ મુજબ, ઈરાની સેનાએ કુવૈતમાં હાજર અમેરિકન સેનાના બે હિમાર્સ (ૐૈંસ્છઇજી) મિસાઇલ લોન્ચર અને તેમના મુખ્ય મિસાઇલ ડેપોને પણ સંપૂર્ણપણે તબાહ કરી દૃીધા છે.
હુતી લશ્કરી પ્રવક્તા યાહૃાા સરીએ જણાવ્યું હતું કે, સાઉદૃી અરેબિયાએ સના આંતરરાષ્ટ્રીય એરપોર્ટને નિશાન બનાવીને અનેક હવાઈ હુમલા કર્યા હતા.
યુએસ અને ઈરાન પછી, યમનમાં પણ યુદ્ધની ચિનગારી ભડકી ઉઠી છે. યમનના હુતી બળવાખોરોએ સાઉદૃી અરેબિયા પર ગંભીર આરોપો લગાવ્યા છે. સાઉદૃી વાયુસેનાએ રાજધાની સના આંતરરાષ્ટ્રીય એરપોર્ટને નિશાન બનાવીને અનેક ભારે હવાઈ હુમલા કર્યા છે.
તેમણે વધુમાં કહૃાું કે, અમે પુષ્ટિ આપીએ છીએ કે આ હુમલાનો જવાબ આપવામાં આવશે અને સજા કર્યા વિના છોડવામાં આવશે નહીં. દૃરમિયાન, યમનની સરકારનો દૃાવો છે કે, તેના દૃળોએ ઈરાની વિમાનને ત્યાં ઉતરતા અટકાવવા માટે સના એરપોર્ટ પર હુમલો કર્યો હતો.

જોર્ડન્ો ૪ ઇરાની મિસાઇલો તોડી પાડી, યમનમાં સના એરપોર્ટ પર સાઉદૃી અરેબિયાના હવાઈ હુમલા

કુવૈત, બહેરીન, કતારમાં અમેરિકી ડિફેન્સ સિસ્ટમ અને જોર્ડનમાં યુએસ એરબ્ોઝ તથા ડ્રોન હેંગર્સ તબાહ કર્યાનો ઇરાનનો દૃાવો

અમેરિકાએ રવિવારે ઇરાનના ૧૦૦ ઠેકાણાઓ પર કરેલા મિસાઇલ હુમલા સામે વળતો જવાબ આપતા સોમવારે ઇરાન્ો ગલ્ફ વિસ્તારમાં અમેરિકાના સ્ૌન્ય બ્ોઝન્ો નિશાન બનાવી કુવૈત, બ્ોહરિન અને જોર્ડનમાં કરેલા ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલામાં કુવૈત બ્ોહરિનમાં ઓઇલ અને ગ્ોસ ફેસિલિટીસન્ો પણ તબાહ કરી હોવાનો ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ્ો દૃાવો કર્યો છે મિડલાઇલમાં અમેરિકા- ઇરાનના વચ્ચે ફરી ભીષણ યુધ્ધ શરૂ થતાં ત્રણ વિસ્તારમાં ૯૦ લાખ ભારતીયો ફસાયા છે. અને હોર્મુઝ જળમાર્ગ્ો બંધ થઇ જતાં વિશ્ર્વમાં ફરી પ્ોટ્રોલિયમ સંકટના વાદૃળો ઘેરાયા છે.