Jai Hind

મિડલ ઇસ્ટ યુદ્ધમાં ઇરાન બાદ હવે મહત્ત્વપૂર્ણ બીજો જળમાર્ગ બંધ કરી દેવાની યમનની ધમકી

વૈશ્ર્વિક દૃરિયાઈ વેપારનો ૧૦ થી ૧૨ ટકા હિસ્સો આ ‘બાબ-અલ-મંડેબ રૂટ પરથી પરિવહન થાય છે

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર જંગ શરૂ થઈ ગઈ છે, જેના કારણે ’સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ પર જહાજોની અવરજવર લગભગ થંભી ગઈ છે. મોટાભાગના જહાજો રાતના અંધારામાં અથવા ગુપ્ત રીતે પસાર થઈ રહૃાા છે, છતાં તેઓ પોતાની સંપૂર્ણ ક્ષમતા સાથે આગળ વધી શકતા નથી. આ તણાવને કારણે કાચા તેલની િંકમતો ઝડપથી વધીને ૮૫ ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગઈ છે. બીજી તરફ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ત્યાંથી પસાર થતા જહાજો પર ૨૦ ટકા ટેક્સ વસૂલવાની વાત કરી રહૃાા છે, જેના કારણે આ તણાવ વધુ ઘેરો બન્યો છે, અને કાચા તેલની િંકમતોમાં હજુ પણ મોટો ઉછાળો આવવાની શક્યતા છે.વૈશ્ર્વિક એનર્જી સપ્લાય અને દૃરિયાઈ વેપારની િંચતાઓ વચ્ચે, યમને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવા ’બાબ અલ-મંડેબ’ને બંધ કરવાની ધમકી આપી છે. બાબ અલ-મંડેબ એ હોર્મુઝની જેમ જ એક મહત્વનો ચોકપોઈન્ટ છે. આ જળમાર્ગ લાલ સમુદ્રને અદૃનની ખાડી અને િંહદૃ મહાસાગર સાથે જોડે છે.જો આ રસ્તો બંધ થઈ જશે, તો વૈશ્ર્વિક શિિંપગ સંપૂર્ણપણે ખોરવાઈ જશે, જેનાથી ભારતના વેપાર માર્ગો પર પણ ગંભીર અસર થશે.