Jai Hind

અમેરિકાને કોઈ અધિકાર નથી, લૂંટારું ન બને – બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ભડક્યા

હોર્મુઝ સ્ટ્રેટ પર ૨૦% ટોલના નિર્ણયથી વૈશ્ર્વિક વિવાદ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા કાર્ગો જહાજો પર ૨૦ ટકા ટોલ ટેક્સ વસૂલવાની જાહેરાત બાદૃ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા અને વિરોધ શરૂ થયો છે.
બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂઈસ ઇનાસિયો લુલા દૃા સિલ્વાએ ટ્રમ્પના આ નિર્ણયની કડક ટીકા કરતાં કહૃાું કે અમેરિકા જેવા શક્તિશાળી દૃેશે દૃરિયાઈ લૂંટારું બનવાનો પ્રયાસ ન કરવો જોઈએ. તેમણે આ નિર્ણયને “જૂના જમાનાની ડાકુગીરી” સાથે સરખાવ્યો અને આંતરરાષ્ટ્રીય સમુદ્રી કાયદૃાનું પાલન કરવાની અમેરિકાને સલાહ આપી. ટ્રમ્પે પોતાના નિવેદૃનમાં જણાવ્યું હતું કે અમેરિકા હવે હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષામાં વધુ સક્રિય ભૂમિકા ભજવશે. તેમના જણાવ્યા મુજબ આ જળમાર્ગમાંથી પસાર થતા તમામ વેપારી જહાજો પાસેથી ૨૦ ટકા ટોલ વસૂલવામાં આવશે, જેથી સુરક્ષા વ્યવસ્થાનો ખર્ચ ઉઠાવી શકાય. ટ્રમ્પે આ યોજના તાત્કાલિક અમલમાં મૂકવાની વાત પણ કરી હતી. આ નિવેદૃન બાદૃ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલાએ જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ છે અને તેના ઉપયોગ માટે એકતરફી રીતે કોઈ દૃેશ ચાર્જ વસૂલી શકે નહીં. તેમણે ભારપૂર્વક કહૃાું કે સમુદ્રી માર્ગો તમામ દૃેશો માટે મુક્ત અને સમાન અધિકાર સાથે ખુલ્લા રહેવા જોઈએ. તેમના મતે આવી કાર્યવાહી આંતરરાષ્ટ્રીય વેપાર અને વૈશ્ર્વિક અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસર કરી શકે છે.