Jai Hind

ચાબહાર પોર્ટ પર અમેરિકાનો મોટો હુમલો, કંટ્રોલ ટાવર તબાહ થયો

અમેરિકાએ મંગળવારે રાત્રે સતત ચોથા દિૃવસ્ો ઇરાનમાં હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ તથા ચાબહાર બંદૃર પર સાત કલાક સુધી કરેલા હવાઇ હુમલાઓમાં ઇરાનના મિસાઇલ- ડ્રોન ઠેકાણા અને ન્ોવીના સંસાધનો અને કોસ્ટલ ડિફેન્સ સીસ્ટમન્ો નિશાન બનાવ્યા હતા અમેરિકી એરસ્ટ્રાઇકમાં ચાબહાર બંદૃર ખાત્ોના વોચ ટાવરન્ો પણ નિશાન બનાવેલો નજરે પડે છે.

ઇરાનમાં ભારતના ડ્રીમ પ્રોજેક્ટ પર સંકટ

અમેરિકાએ ઈરાનના ચાબહાર પોર્ટ પર બોમ્બમારો કરતા મરીન ટ્રાફિક કંટ્રોલ ટાવરને નિશાન બનાવ્યો છે

અમેરિકાએ ઈરાન સ્થિત ચાબહાર પોર્ટ પર ભયાનક બોંબમારો કર્યો છે. અહેવાલો મુજબ, અમેરિકન સેનાએ આ મહત્વપૂર્ણ બંદૃર પર આવેલા મરીન ટ્રાફિક કંટ્રોલ ટાવર પર મિસાઈલો ઝીંકતા ટાવર સંપૂર્ણપણે તબાહ થઈ ગયો છે. એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં આ સુવિધા પર અમેરિકાનો આ બીજો સીધો હુમલો છે. અમેરિકાએ દૃક્ષિણ ઈરાનના ચાબહારમાં સામાન્ય નાગરિકોના ઉપયોગવાળા મેરીટાઈમ કંટ્રોલ ટાવરને નિશાન બનાવ્યો છે.
વ્યૂહાત્મક દ્રષ્ટિએ આ પોર્ટ ઈરાન અને ભારત માટે ખૂબ જ મહત્ત્વનો છે. આ પોર્ટ હોર્મુઝ જળમાર્ગની બહાર ઊંડા પાણીમાં સ્થિત દૃેશનું એક માત્ર પોર્ટ છે, જે ઈરાનને ખાડી દૃેશોમાંથી પસાર થયા વિના સીધી િંહદૃ મહાસાગર સુધી પહોંચ આપે છે. તે ભારતની મદૃદૃથી બનેલા ચાબહાર કોરિડોરનું મુખ્ય કેન્દ્ર પણ છે, જે પાકિસ્તાનને સંપૂર્ણ બાયપાસ કરીને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાને જોડે છે. જોકે, આ હુમલો ભારતનો પ્રોજેક્ટ છે તે જ ચોક્કસ જગ્યા પર કરાયો છે કે કેમ તેની પુષ્ટિ થઈ શકી નથી.
ચાબહાર પોર્ટ પર હુમલો થવો એ હોર્મુઝ ચોકપોઈન્ટની બહાર વેપાર કરવાની અને કામકાજ ચલાવવાની ઈરાનની ક્ષમતા પર સીધો પ્રહાર છે. ઈરાનના પોર્ટ્સ અને મેરીટાઈમ અફેર્સ ઓથોરિટીના જણાવ્યા મુજબ, હુમલાના કારણે વોચટાવરને મોટું માળખાગત નુકસાન થયું છે. આ ટાવરને ૯ જુલાઈએ થયેલા અગાઉના હુમલામાં પણ નુકસાન પહોંચ્યું હતું. આ ટાવરનો ઉપયોગ મુખ્યત્વે માછીમારોના રેસ્ક્યુ ઓપરેશન અને દૃરિયાઈ વેપારની સુરક્ષા જેવા નાગરિક કાર્યો માટે થતો હતો. હુમલાના કારણે પોર્ટ કોમ્પ્લેક્સમાં આવેલી બે ડોિંકગ સુવિધાઓને પણ નુકસાન થયું છે, જેના લીધે શહેર અને પોર્ટના કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે.