Jai Hind

૨૦૨૨માં રશિયાના રાષ્ટ્રપતિ પુટિનને યુક્રેન પર પરમાણુ હુમલો કરતા મોદૃીએ રોક્યા

વર્ષ ૨૦૨૨ના અંતમાં જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ચરમસીમા પર હતું, ત્યારે સમગ્ર વિશ્ર્વ પરમાણુ યુદ્ધના ભયાનક મુહાને આવીને ઊભું રહી ગયું હતું. આ કપરા સમયમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ વૈશ્ર્વિક શાંતિ રક્ષક તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલેન્ડના ડેપ્યુટી વિદૃેશ મંત્રી વ્લાદિૃસ્લાવ તેઓફિલ બાર્તોશેવસ્કીએ એક સનસનીખેજ દૃાવો કરતા જણાવ્યું છે કે, પીએમ મોદૃીએ જ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિૃમીર પુતિનને યુક્રેનમાં વ્યૂહાત્મક (ટેક્ટિકલ) પરમાણુ હથિયારોનો ઉપયોગ કરતા રોક્યા હતા.
નવી દિૃલ્હીમાં યોજાયેલી ભારત-પોલેન્ડ સંયુક્ત આર્થિક આયોગની બેઠક બાદૃ પત્રકાર પરિષદૃને સંબોધતા પોલેન્ડના મંત્રીએ આ ખુલાસો કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, “રાષ્ટ્રપતિ પુતિન વિશ્ર્વના જે ગણ્યાગાંઠ્યા નેતાઓની વાતને ખૂબ જ ગંભીરતાથી સાંભળે છે અને આદૃર આપે છે, તેમાં પીએમ મોદૃી અગ્રસ્થાન ધરાવે છે.” ભારત અને રશિયા (તેમજ ભૂતપૂર્વ સોવિયત સંઘ) વચ્ચેના દૃાયકાઓ જૂના મજબૂત અને વિશ્ર્વાસપાત્ર સંબંધોને કારણે જ પીએમ મોદૃી પુતિન પર આવો પ્રભાવ પાડી શક્યા છે.
બાર્તોશેવસ્કીએ ઉમેર્યું કે, વડાપ્રધાન મોદૃી એક પ્રતિષ્ઠિત અને સ્વીકૃત વૈશ્ર્વિક નેતા છે. તેઓ પુતિન પર સકારાત્મક દૃબાણ લાવવાની ક્ષમતા ધરાવે છે અને આ જ ક્ષમતાના આધારે ભારતે ૨૦૨૨માં સંભવિત પરમાણુ વિનાશને ટાળવામાં વિશ્ર્વની સૌથી મોટી મદૃદૃ કરી હતી.
આ દૃાવો પીએમ મોદૃીની શાંતિ સ્થાપવા માટેની રાજદ્વારી કોશિશોને ફરીથી વૈશ્ર્વિક સ્તરે ચર્ચામાં લાવ્યો છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર ૨૦૨૨માં ઉઝબેકિસ્તાનમાં શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠક દૃરમિયાન પીએમ મોદૃીએ પુતિનને સ્પષ્ટ શબ્દૃોમાં કહૃાું હતું કે, “આજનો યુગ યુદ્ધનો યુગ નથી.” ભારત હંમેશાથી યુદ્ધ રોકવા માટે વાતચીત અને રાજદ્વારી મધ્યસ્થતાની હિમાયત કરતું રહૃાું છે. ભારત પશ્ર્ચિમી દૃેશોના દૃબાણ છતાં રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઈલ ખરીદૃી રહૃાું છે અને પોતાની સ્વતંત્ર વિદૃેશ નીતિ જાળવી રાખી છે, જેનું ખુદૃ પુતિને પણ સમર્થન કર્યું છે. પોલેન્ડના મંત્રીએ ઈરાન વિવાદૃ પર ભારતના વલણની પ્રશંસા કરવાની સાથે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદૃ (ેંદ્ગજીઝ્ર)માં ભારતની કાયમી સદૃસ્યતાના દૃાવાને પણ મજબૂત ટેકો આપ્યો છે.