અમેરિકાના પાડનગર વોિંશગ્ટન સ્થિત વ્હાઇટ ફાઇલ ઓવન ઓફિસનાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પન્ો ઇરાકના વડાપ્રધાન અલી અલ ઝૈદૃીએ મુલાકાત લીધી હતી ત્ો પ્રસંગની તસ્વીરમાં બ્ોય રાષ્ટ્રના ન્ોતાઓ ચર્ચા કરી રહૃાા છે.
પશ્ર્ચિમ એશિયા (મિડલ ઇસ્ટ) ના રાજકારણમાં એક બહુ મોટો અને ઐતિહાસિક બદૃલાવ આવી રહૃાો છે. વર્ષ ૨૦૦૩માં સદ્દામ હુસૈનના શાસનનો અંત લાવવા માટે ઇરાકમાં પ્રવેશેલી અમેરિકન સેના હવે આગામી સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં ત્યાંથી સંપૂર્ણપણે બહાર નીકળી જશે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇરાકના વડાપ્રધાન અલી અલ-ઝૈદૃી વચ્ચે વ્હાઇટ હાઉસમાં મળેલી બેઠક બાદૃ આ ઐતિહાસિક સૈન્ય વાપસીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.વ્હાઇટ હાઉસમાં યોજાયેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં તમામ અમેરિકન સૈનિકો ઇરાકમાંથી સ્વદૃેશ પરત ફરી જશે. ટ્રમ્પે જણાવ્યું કે હવે ત્યાં અમેરિકન સેના રાખવાની કોઈ જરૂર નથી અને આગામી સમયમાં બંને દૃેશો વચ્ચેના સંબંધો સૈન્ય આધારિત નહીં, પરંતુ આર્થિક અને વ્યાપારી ક્ષેત્રના રહેશે. ઇરાકના પીએમ અલી અલ-ઝૈદૃીએ પણ આ નિર્ણયને આવકાર્યો છે.આ નિર્ણયને રણનીતિક વિશ્લેષકો ઇરાન (તેહરાન) ની એક મોટી વૈશ્ર્વિક સફળતા તરીકે જોઈ રહૃાા છે. ઇરાન લાંબા સમયથી અમેરિકાને ઇરાક સહિત સમગ્ર મિડલ ઇસ્ટમાંથી પોતાનું સૈન્ય હટાવવા દૃબાણ કરી રહૃાું હતું.