ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદૃેશ મંત્રી લાલચોળ
ઈરાન પર અમેરિકાની તાજેતરની સૈન્ય કાર્યવાહીને લઈને રશિયાએ આકરી પ્રતિક્રિયા આપી છે. રશિયાના વિદૃેશ મંત્રી સર્ગેઈ લાવરોવે કહૃાું કે, અમેરિકાએ તેહરાન અને વોિંશગ્ટન વચ્ચે થયેલા સમજૂતી કરારનું ઉલ્લંઘન કર્યું છે. તેમનો આરોપ છે કે, અમેરિકી હુમલાઓથી માત્ર ઈરાન જ નહીં, પરંતુ પર્શિયન ગલ્ફ વિસ્તારના નાગરિક ઠેકાણાઓને પણ નુકસાન પહોંચ્યું છે, જેના કારણે સમગ્ર વિસ્તારની સ્થિરતા સામે જોખમ ઊભું થયું છે.
મોસ્કોમાં ચાડના વિદૃેશ મંત્રી સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દૃરમિયાન સર્ગેઈ લાવરોવે કહૃાું કે, અમેરિકાની નવી સૈન્ય કાર્યવાહી એ સમજૂતીની ભાવના વિરુદ્ધ છે, જેના દ્વારા બંને દૃેશો વચ્ચેનો તણાવ ઓછો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સૈન્ય કાર્યવાહી કોઈ પણ વિવાદૃનો ઉકેલ ન હોઈ શકે.
લાવરોવે દૃાવો કર્યો હતો કે, ઈરાનની સાથે-સાથે પર્શિયન ગલ્ફ સહયોગ પરિષદૃના સભ્ય દૃેશોમાં પણ નાગરિકોના બુનિયાદૃી માળખાને નુકસાન પહોંચ્યું છે. તેમણે ચેતવણી આપી કે, આ પ્રકારના હુમલા ક્ષેત્રમાં અસ્થિરતા વધારશે અને શાંતિ સ્થાપવાના પ્રયાસોને નબળા પાડશે.
રશિયાના વિદૃેશ મંત્રીએ કહૃાું કે, અમેરિકા સાથે ભવિષ્યમાં થનારા કોઈ પણ કરાર પર ભરોસો કરવો મુશ્કેલ છે. તેમણે અલાસ્કામાં પ્રમુખ વ્લાદિૃમીર પુતિન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી વાતચીતનો હવાલો આપતા કહૃાું કે, અગાઉ પણ અનેક સમજૂતી કરારનું સંપૂર્ણપણે પાલન કરવામાં નથી આવ્યું. ઈરાનના વિદૃેશ મંત્રાલયે અમેરિકી હુમલાઓને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું ઉલ્લંઘન ગણાવ્યું છે. તેહરાનનું કહેવું છે કે, અમેરિકાએ યુદ્ધવિરામ અને તણાવ ઓછો કરવાની દિૃશામાં થયેલા પ્રયાસોને નબળા પાડ્યા છે. ઈરાને આરોપ લગાવ્યો કે, આ હુમલાઓમાં પરિવહન માળખા, માલવાહક જહાજો અને અન્ય નાગરિક સુવિધાઓને પણ નિશાન બનાવવામાં આવી છે.
ઈરાને સુરક્ષા કારણોનો હવાલો આપતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જહાજોની અવરજવર કામચલાઉ ધોરણે રોકવાની જાહેરાત કરી છે.