અગ્નિકુલના પ્રોજેકટના બોર્ડમાં સામેલ
ભારતમાં એક તરફ અવકાશ સંશોધન સંસ્થા ઈસરોના નવા પ્રોજેકટ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો રાજીનામા આપી રહ્યા છે તે સમયે જ ઈસરોના પુર્વ વડા એસ.સોમનાથ હવે ખાનગી રોકેટ લોન્ચર કંપની અગ્નિકુલ સાથે જોડાયા છે. તેઓ બોર્ડ ઓફ ડિરેકટરમાં ઓબ્ઝર્વર તરીકે કામ કરશે. અગ્નિકુલ એ ભારતની એક ખાનગી લોન્ચ વ્હીકલ કંપની છે. તેણે અગાઉ તેના પ્રથમ મિશનમાં ભારતની ધરતી પરથી રોકેટ ભ્રમણ કક્ષામાં મુકી તેને પરત લાવવાનો સફળ પ્રયોગ કર્યો હતો અને હવે તે વધુ આગળ બ્રહ્માંડમાં જવા માટે મીશન-ટુ ની તૈયારી કરી રહી છે અને તેમાં ઈસરોના પુર્વ ચેરમેન જેવા નિષ્ણાંત મદદરૂપ થઈ શકે છે. તબકકાવાર આ કંપની ભવિષ્યમાં ખાનગી ઉપગ્રહો છોડવાના જે વૈશ્ર્વિક વ્યાપાર છે તેમાં જોડાઈ શકે છે.