Jai Hind

અમેરિકા-ઇરાન યુધ્ધ વચ્ચે હોર્મુઝ બાદ મિડલ ઇસ્ટમાં બીજો મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પણ બંધ કરાયો

ક્રુડ તેલના ભાવ ૨૦૦ ડૉલર સુધી પહોંચી શકે છે

પશ્ર્ચિમ એશિયામાં ચાલી રહેલા તીવ્ર અમેરિકા-ઈરાન યુદ્ધ અને સંઘર્ષો વચ્ચે વૈશ્ર્વિક અર્થવ્યવસ્થા માટે અત્યંત િંચતાજનક સમાચાર સામે આવ્યા છે. વિશ્ર્વની તેલ જરૂરિયાતનો મોટો હિસ્સો પૂરો પાડતી ’હોર્મુઝ સ્ટ્રેટ’ પહેલેથી જ બંધ થઈ ચૂકી છે, અને હવે ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ સાઉદૃી અરેબિયા સામે કાર્યવાહી કરતા ઉર્જા અને વેપાર માટેના બીજા અત્યંત મહત્વપૂર્ણ દૃરિયાઈ માર્ગ ’બાબ-અલ-મંડેબ સ્ટ્રેટ’ પર પણ નાકાબંધી લાદૃી દૃીધી છે. આ ઘટનાક્રમે વૈશ્ર્વિક શિિંપગ અને ઉર્જા બજારમાં ભારે હલચલ મચાવી દૃીધી છે.
યમનના હુથી બળવાખોરો દ્વારા ત્વરિત અસરથી લાગુ કરાયેલી આ નૌકાદૃળની નાકાબંધીને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે તેલ અને ગેસના જહાજોની અવરજવરમાં ભારે વિક્ષેપ પડવાની પૂરી શક્યતા છે. બાબ-અલ-મંડેબ સ્ટ્રેટ એ લાલ સમુદ્રને એડેનના અખાત અને િંહદૃ મહાસાગર સાથે જોડતો મુખ્ય દૃરિયાઈ માર્ગ છે, જે સુએઝ નહેરના દૃક્ષિણ પ્રવેશદ્વાર તરીકે પણ કામ કરે છે. વૈશ્ર્વિક દૃરિયાઈ વેપારનો આશરે ૧૦ થી ૧૨ ટકા હિસ્સો આ માર્ગ દ્વારા થાય છે. નિષ્ણાતોના અહેવાલો અનુસાર, જો આ માર્ગ પરનો અવરોધ લાંબો સમય ચાલશે તો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઇલ) ના ભાવ પ્રતિ બેરલ ૨૦૦ ડૉલર સુધીની ઊંચી સપાટીએ પહોંચી શકે છે. આ સંકટ ભારત જેવા વિકાસશીલ દૃેશ માટે અત્યંત િંચતાનો વિષય છે. ભારત તેની કુલ તેલ જરૂરિયાતના ૮૫ ટકાથી વધુ ભાગ વિદૃેશોમાંથી આયાત કરે છે અને હોર્મુઝ તેમજ બાબ-અલ-મંડેબ જેવા માર્ગો પર મોટે ભાગે નિર્ભર છે.