Jai Hind

ડોનાલ્ડ ટ્રમ્પની આકરી ધમકી ઇરાન પર એવો હુમલો કરીશું જે ઈતિહાસમાં ક્યારેય નથી થયો

જો ઈરાન ગંભીરતાથી વાટાઘાટો નહીં કરે, તો અમેરિકા પૂરી તાકાત સાથે હુમલો કરી શકે છે:અમેરિકી પ્રમુખ

પશ્ર્ચિમ એશિયામાં શાંતિ સ્થપાવાના બદૃલે સ્થિતિ દિૃવસેને દિૃવસે વધુ વણસી રહી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને અત્યાર સુધીના સૌથી ખતરનાક અને મોટા હુમલાની ખુલ્લી ધમકી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો ઈરાન ગંભીરતાથી વાટાઘાટો નહીં કરે, તો અમેરિકા પોતાની પૂરી તાકાત સાથે હુમલો કરી શકે છે. જૂનમાં થયેલો સીઝફાયર ભંગ થયા બાદૃ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર તણાવ ચરમસીમાએ પહોંચતા આ ધમકી આવી છે. વિશ્ર્વના સૌથી મહત્ત્વપૂર્ણ ઓઇલ માર્ગ પર ઈરાનના વલણને કારણે સમગ્ર વૈશ્ર્વિક અર્થતંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
ફેબ્રુઆરી ૨૦૨૬માં અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર ઓપરેશન એપિક યુરી હેઠળ મોટા પાયે હુમલા શરૂ કર્યા હતા. આ હુમલાઓમાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈ સહિત અનેક ટોચના નેતાઓ માર્યા ગયા હતા. જવાબમાં ઈરાને પણ ઈઝરાયલ અને અમેરિકન લશ્કરી ઠેકાણાઓ પર મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા હતા, જેમાં લેબેનોનથી હિઝબુલ્લાહ પણ જોડાયું હતું. એપ્રિલ ૨૦૨૬માં સીઝફાયર થયું હતું પરંતુ જૂનમાં ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પર હુમલા શરૂ કરતા તણાવ ફરી વધ્યો છે.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પની આ ધમકી તેમની મેક્સિમમ પ્રેશર વ્યૂહનીતિનો એક ભાગ માનવામાં આવે છે. તેઓ ઈરાનને તેના પરમાણુ કાર્યક્રમ બંધ કરવા અને હિઝબુલ્લાહ તથા હૂથી બળવાખોરો જેવા જૂથોને મદૃદૃ કરવાનું બંધ કરવા મજબૂર કરવા માગે છે. આ તણાવના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ ઇં૧૦૦ને પાર પહોંચી ગયા છે. જો યુદ્ધ વધુ વકરશે તો ક્રૂડ ઓઇલ ઇં૧૫૦ થી ઇં૨૦૦ સુધી પહોંચી શકે છે, જેનાથી ભારત જેવા દૃેશોમાં મોંઘવારીનો મોટો બોજ પડશે અને વૈશ્ર્વિક સપ્લાય ચેઇન ખોરવાઈ જશે.
બીજી તરફ, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂ ઈરાનના પરમાણુ પ્રોગ્રામને સંપૂર્ણપણે નષ્ટ કરવા માગે છે. દૃક્ષિણ લેબેનોનમાંથી પીછેહઠ કરવા માટે ઈઝરાયલ અત્યારે તૈયાર નથી, જેના કારણે શાંતિ વાટાઘાટોમાં મોટો અવરોધ ઉભો થયો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગળ જતાં ત્રણ શક્યતાઓ દૃેખાઈ રહી છે: તટસ્થ દૃેશોની મધ્યસ્થીથી કોઈ રાજદ્વારી રસ્તો નીકળે, અમેરિકા ચોક્કસ લશ્કરી ઠેકાણાઓ પર જ લક્ષિત હુમલા કરે અથવા સમગ્ર પશ્ર્ચિમ એશિયા મહાયુદ્ધમાં હોમાઈ જાય. હાલમાં વિશ્ર્વ આખાનું ધ્યાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો માર્ગ ખુલ્લો રહે અને ક્રૂડ ઓઇલનો પુરવઠો વણથંભ્યો જળવાઈ રહે તેના પર જ કેન્દ્રિત છે.