Jai Hind

ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો H-1B વિઝા પર ૧ લાખ ડૉલર ફી વસૂલવાનો નિર્ણય કોર્ટે ફગાવ્યો

કોર્ટે H-1B વિઝા પર ૯૬.૫૭ લાખ રૂપિયાની સખત ફી વસૂલવાની અરજી ફગાવી દૃીધી હતી

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ઉચ્ચ કુશળ વિદૃેશી કર્મચારીઓ માટેના નવા H-1B વિઝા પર ૯૬ લાખ ૫૭ હજાર રૂપિયા (ઇં ૧,૦૦,૦૦૦) ની સખત ફી વસૂલવાની કરેલી અરજીને ફેડરલ અપીલ્સ કોર્ટે ફગાવી દૃીધી છે. કોર્ટના આ ચુકાદૃાથી ટ્રમ્પ વહીવટીતંત્રને મોટો આંચકો લાગ્યો છે.
ટ્રમ્પ વહીવટીતંત્રે અમેરિકી નાગરિકોના બદૃલે વિદૃેશી કર્મચારીઓની ભરતી કરતી કંપનીઓને ઉત્સાહિત થતી રોકવા માટે ૐ-૧મ્ વિઝા ફીમાં ભારે વધારાની જાહેરાત કરી હતી. બોસ્ટન સ્થિત ફર્સ્ટ યુએસ સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સે ૨૦ ડેમોક્રેટિક રાજ્યો દ્વારા કરવામાં આવેલી અરજી પર નીચલી કોર્ટના ૮ જૂનના ચુકાદૃાને યથાવત રાખ્યો છે.કોર્ટે સ્પષ્ટ આદૃેશ આપ્યો કે આ ફી એક ગેરકાયદૃેસર ટેક્સ સમાન છે, જેને અમેરિકી સંસદૃ (કોંગ્રેસ) દ્વારા ક્યારેય અધિકૃત કરવામાં આવી નથી. યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ લિયો સોરોકિને પણ તારણ કાઢ્યું હતું કે એક્ઝિક્યુટિવ બ્રાન્ચે પોતાના અધિકારોનો અનાદૃર કર્યો છે. સપ્ટેમ્બર ૨૦૨૫ માં જાહેર કરવામાં આવેલી આ નીતિ બાદૃ નવી ૐ-૧મ્ અરજીઓની માંગમાં મોટો ઘટાડો નોંધાયો હતો. કોર્ટના દૃસ્તાવેજો મુજબ, ફેબ્રુઆરીના મધ્ય સુધીમાં યુએસસીઆઈએસ (ેંજીઝ્રૈંજી) ને આ નવી ફી માળખા હેઠળ ખૂબ જ ઓછી ચૂકવણીઓ મળી હતી. જોકે, આ ૯૬.૫૭ લાખ રૂપિયાની ફી પહેલાથી જ સ્ટુડન્ટ વિઝા પર અમેરિકામાં રહેતા વિદૃેશી નાગરિકોને લાગુ પડતી ન હતી.
મસાચુસેટ્સના એટોર્ની જનરલ એન્ડ્રિયા જોઈ કેમ્પબેલે અપીલ કોર્ટના આ નિર્ણયને આવકાર્યો હતો અને તેને ઉચ્ચ કુશળ વિદૃેશી કર્મચારીઓ પર નિર્ભર કંપનીઓ માટે મોટી જીત ગણાવી હતી. તેમણે ઉમેર્યું કે આ નિર્ણયથી શિક્ષણ, આરોગ્ય સંભાળ અને તબીબી સંશોધન જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં કર્મચારીઓની અછતને પહોંચી વળવામાં મદૃદૃ મળશે.
શું છે H-1B વિઝા પ્રોગ્રામ?
H-1B વિઝા પ્રોગ્રામ એવા ઉચ્ચ કુશળ વિદૃેશી કર્મચારીઓ માટે છે જેમના માટે અમેરિકી કંપનીઓને સ્થાનિક સ્તરે યોગ્ય અમેરિકી કર્મચારીઓ મળતા નથી. આ પ્રોગ્રામ હેઠળ દૃર વર્ષે ૬૫,૦૦૦ વિઝા આપવામાં આવે છે. અમેરિકી યુનિવર્સિટીઓમાંથી ઉચ્ચ ડિગ્રી ધરાવતા અરજદૃારો માટે વધારાના ૨૦,૦૦૦ વિઝા અનામત રાખવામાં આવે છે. વિઝા મેળવનાર કર્મચારીઓને યુએસસીઆઈએસ (ેંજીઝ્રૈંજી) દ્વારા સામાન્ય રીતે ૩ થી ૬ વર્ષ માટે વિઝા આપવામાં આવે છે. ટ્રમ્પના પ્રસ્તાવિત વધારા પહેલા, કંપનીઓ સામાન્ય રીતે સ્પોન્સરશિપ માટે ૧,૯૩,૧૪૦ રૂપિયા થી ૪,૮૨,૮૫૦ રૂપિયા (આશરે ૧.૯૩ લાખ થી ૪.૮૨ લાખ રૂપિયા) ની ફી ચૂકવતી હતી.