અમેરિકાના વોિંશગ્ટન સ્ટેટના સિએટલ શહેરમાં યોજાયેલા વાર્ષિક ‘બાઇટ ઓફ સિએટલ ફુડ ફેસ્ટિવલ દૃરમિયાન એક અજ્ઞાત બંદૃૂકધારી શખ્સ્ો કરેલા અંધાધૂંધ ગોળીબારમાં બ્ો લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે ઓછામાં ઓછા અન્ય પાંચ લોકો ગંભીર રીત્ો ઘાયલ થયા હતા ફાયિંરગની ઘટના દૃરમિયાન ફુડ ફેસ્ટિવલમાં ભયનો માહોલ સર્જાયેલો નજરે પડે છે.
બાઇટ ઓફ સિએટલ ફૂડ ફેસ્ટિવલમાં અજાણ્યા બંદૃૂકધારીએ કર્યો અંધાધૂંધ ગોળીબાર:હુમલાખોરની શોધખોળ શરૂ
અમેરિકાના સિએટલમાં બાઈટ ઓફ સિએટલ ફૂડ ફેસ્ટિવલમાં અજાણ્યા બંદૃૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર કર્યો. સિએટલ સેન્ટર આર્મરી બિલ્ડિંગ બહાર રવિવારે સાંજે ૬ વાગ્યે થયેલી આ ઘટનામાં ૨ લોકોના મોત થયા અને ૫ ગંભીર રીતે ઘાયલ થયા. હજારોની ભીડ વચ્ચે અચાનક ફાયિંરગ થતાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે સમગ્ર વિસ્તાર કોર્ડન કરીને હુમલાખોરની શોધખોળ શરૂ કરી છે.અમેરિકાના સિએટલ શહેરમાંથી એક મોટા અને દૃુ:ખદૃ સમાચાર સામે આવ્યા છે. અહીં આયોજિત વાર્ષિક બાઈટ ઓફ સિએટલ ફૂડ ફેસ્ટિવલ દૃરમિયાન એક અજ્ઞાત બંદૃૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ભીષણ ગોળીબારની ઘટનામાં ૨ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે ઓછામાં ઓછા ૫ અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ કરૂણ ઘટના સ્થાનિક સમય અનુસાર રવિવારે સાંજે આશરે ૬ વાગ્યે સિએટલ સેન્ટર આર્મરી બિલ્ડિંગની બિલકુલ બહાર બની હતી. તે સમયે વાર્ષિક ફૂડ ફેસ્ટિવલનો આનંદૃ માણવા માટે હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અચાનક થયેલા ફાયિંરગને કારણે લોકોમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ઈમરજન્સી સેવાઓની ટીમોએ સ્થળ પર પહોંચીને મોટા પાયે રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી દૃીધી હતી. ઘટના બાદૃ સિએટલ પોલીસે સમગ્ર પ્રભાવિત વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને સામાન્ય નાગરિકોને તે તરફ ન જવાની સખત અપીલ કરી છે. પોલીસની ટીમ આ ગોળીબાર પાછળના કારણો અને હુમલાખોરની શોધખોળ માટે સઘન તપાસ ચલાવી હતી.