Jai Hind

મધ્યપૂર્વના અનેક દેશોમાં દર અઠવાડિયે ૩ ભારતીયોના મોત

છેલ્લા ત્રણ વર્ષમાં ૮૦૦થી વધુ ભારતીયોએ જીવ ગુમાવ્યા

વિદૃેશમાં કામ કરવા માટે ગયેલા ભારતીય નાગરિકોના જીવનને લઈને એક ખૂબ જ િંચતાજનક અહેવાલ સામે આવ્યો છે. ભારતીય વિદૃેશ મંત્રાલયના આંકડા મુજબ, વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૫ ની વચ્ચે વિદૃેશમાં કામ કરતી વખતે ૮૦૦ થી વધુ ભારતીય પ્રવાસી શ્રમિકોના મોત થઈ ચૂક્યા છે. સૌથી આશ્ર્ચર્યજનક બાબત એ છે કે આમાંથી ૫૫% મોત માત્ર ખાડી દૃેશોમાં થયા છે. જ્યાં સરેરાશ દૃર અઠવાડિયે લગભગ ૩ શ્રમિકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. ગયા મહિને કતરમાં થયેલા એક વિસ્ફોટમાં ૧૨ ભારતીયોના મોત બાદૃ આ મામલે સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.વિદૃેશી દૃેશોની યાદૃીમાં સાઉદૃી અરેબિયા મોખરે છે. જ્યાં ૩ વર્ષમાં સૌથી વધુ ૧૮૨ મોત નોંધાયા છે, એટલે કે દૃર અઠવાડિયે એક કરતા વધુ ભારતીય શ્રમિકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારબાદૃ સંયુક્ત આરબ અમીરાતનો નંબર આવે છે. જ્યાં ૧૨૮ મોત થયા છે. આ ઉપરાંત, ખાડી દૃેશોમાંથી જ આત્મહત્યાના સૌથી વધુ કેસો પણ સામે આવ્યા છે. જે ત્યાં કામ કરતા પ્રવાસી શ્રમિકોના કઠોર સંઘર્ષોને ઉજાગર કરે છે.
તેલંગાણા એનઆરઆઈ માઈગ્રન્ટ્સ એસોસિએશન અને વિશેષજ્ઞોના મતે, આ મોત પાછળ અનેક મોટા કારણો જવાબદૃાર છે.સુરક્ષા નિયમોની અનદૃેખી: શ્રમિકો દ્વારા હેલ્મેટ, જૂતાં અને મોજા જેવા સુરક્ષા ઉપકરણોનો ઉપયોગ ન કરવો અથવા કંપનીઓ દ્વારા સુરક્ષા પ્રોટોકોલનું પાલન ન કરાવવું.