Jai Hind

એલપીજી સંકટ ટાળવા ભારત અમેરિકાથી ગેસની ૨૫ ટકા આયાત વધારશે

પશ્ર્ચિમ એશિયાના દૃેશોમાંથી એલપીજીની આયાત નિર્ભરતા ઘટાડવા માટે ભારત, અમેરિકા પાસેથી વધુ એલપીજીની આયાત કરવા પર વિચારણા કરી રહૃાુ છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના રિપોર્ટ અનુસાર, ભારત વર્ષ ૨૦૨૭માં અન્ય દૃેશોમાંથી ખરીદૃવામાં આવતા એલપીજીમાંથી ચોથા ભાગનો (૨૫%) ભાગ અમેરિકા પાસેથી ઈમ્પોર્ટ કરવાની યોજના બનાવી રહૃાું છે. રોયટર્સના રિપોર્ટમાં સૂત્રો દ્વારા માહિતી આપવામાં આવી છે કે, ભારતની સરકારી રિફાઇનર્સ ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દૃુસ્તાન પેટ્રોલિયમ આગામી એક-બે મહિનામાં વર્ષ ૨૦૨૭ માટે અમેરિકાથી એલપીજીના સપ્લાય માટે ટેન્ડર બહાર પાડી શકે છે.
સૂત્રોએ એ પણ જણાવ્યું કે, સોર્સિંગ પર ચર્ચા કરવા માટે આ કંપનીઓનું એક પ્રતિનિધિમંડળ આગામી મહિને અમેરિકા જઈ શકે છે.
સૂત્રો દ્વારા આપવામાં આવેલી આ માહિતીની પુષ્ટિ માટે રોયટર્સે ઓઇલ મંત્રાલય અને ત્રણેય કંપનીઓને ઈ-મેલ કર્યો હતો, પરંતુ કોઈ જવાબ આવ્યો નહોતો.