Jai Hind

ભારતીય ચલણ રૂપિયાને મજબૂત કરશે રશિયા

બાંગ્લાદૃેશ સાથે રૂપિયામાં વેપાર કરવાની તૈયારી

રશિયા હવે બાંગ્લાદૃેશ સાથે પોતાના કારોબારને ભારતીય રૂપિયા દ્વારા આગળ વધારવાની તૈયારીમાં લાગી ગયું છે. અમેરિકા દ્વારા લાદૃવામાં આવેલા પ્રતિબંધોએ રશિયન બેંકોને આંતરરાષ્ટ્રીય પેમેન્ટ સિસ્ટમમાંથી લગભગ બહાર કરી દૃીધી છે, જેના કારણે ડોલર આધારિત લેવડદૃેવડ કરવી મુશ્કેલ બની ગઈ છે. આવી સ્થિતિમાં મોસ્કોએ ડોલરના વિકલ્પ તરીકે ભારતીય રૂપિયાનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ બાંગ્લાદૃેશ સમક્ષ મૂક્યો છે. સાથે જ બંને દૃેશો વચ્ચે એક સ્વતંત્ર પેમેન્ટ સિસ્ટમ બનાવવા અને ઢાકામાં રશિયન બેંકની શાખા ખોલવાની યોજના પણ સામે આવી છે.
રશિયા-યુક્રેન યુદ્ધ પછી બંને દૃેશો વચ્ચેના વેપારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે, અને હવે નવી પેમેન્ટ વ્યવસ્થા દ્વારા આ કારોબારને ફરી ઝડપ આપવાનો પ્રયાસ થઈ રહૃાો છે. આ સિવાય રશિયા સસ્તા દૃરે યુરિયા ખાતરનો પુરવઠો અને સરળ ચૂકવણીની શરતોનો પ્રસ્તાવ પણ આપી રહૃાું છે, જેનાથી બાંગ્લાદૃેશને સીધો ફાયદૃો થઈ શકે છે. આગામી મહિનાઓમાં બંને દૃેશો વચ્ચે યોજાનારી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ તમામ પ્રસ્તાવ પર વિગતવાર વાતચીત થવાની અપેક્ષા છે.
અમેરિકી પ્રતિબંધોએ રશિયાની બેિંંકગ સિસ્ટમને આંતરરાષ્ટ્રીય સ્તરે લગભગ અલગ કરી દૃીધી છે. આ જ કારણે પરંપરાગત રીતોથી રશિયાને પૈસા મોકલવા કે ત્યાંથી પૈસા મંગાવવા બાંગ્લાદૃેશ માટે પડકારરૂપ બની ગયું છે. આ સમસ્યામાંથી બહાર આવવા માટે રશિયાએ ભારતીય રૂપિયાને વૈકલ્પિક ચૂકવણીના માધ્યમ તરીકે વાપરવાનું સૂચન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે ભારત અને રશિયા પહેલાથી જ કોઈ ઔપચારિક કરન્સી કરાર વિના પોતાના દ્વિપક્ષીય વેપારનો એક હિસ્સો રૂપિયામાં ચૂકવે છે. બાંગ્લાદૃેશ પણ મર્યાદિૃત પ્રમાણમાં ભારત સાથે રૂપિયામાં લેવડદૃેવડ કરે છે.
આ અનુભવને આધારે રશિયા ઈચ્છે છે કે બાંગ્લાદૃેશ સાથે પણ આવી જ વ્યવસ્થા લાગુ કરવામાં આવે. બાંગ્લાદૃેશના આર્થિક સંબંધોના વિભાગના જણાવ્યા અનુસાર, આ પ્રસ્તાવ પર સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાનારી દ્વિપક્ષીય કમિશનની બેઠકમાં ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે.
રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પહેલા બાંગ્લાદૃેશ દૃર વર્ષે રશિયાને ૫૦ કરોડ ડોલરથી વધુની નિકાસ કરતું હતું. પરંતુ પ્રતિબંધો અને ચૂકવણી સંબંધિત સમસ્યાઓને કારણે આ આંકડો ઘણો નીચે આવી ગયો. ચાલુ નાણાકીય વર્ષમાં જુલાઈથી મે વચ્ચે બાંગ્લાદૃેશે રશિયાને માત્ર ૨૪.૫ કરોડ ડોલરનો જ સામાન મોકલ્યો છે, એટલે કે વેપાર અડધાથી પણ ઓછો થઈ ગયો છે. આમ છતાં બાંગ્લાદૃેશ હજુ પણ રશિયા પાસેથી ખાતર અને ઘઉં જેવી જરૂરિયાતો મંગાવી રહૃાું છે.
આ પહેલ પાછળનું એક મોટું કારણ રુપપુર અણુઉર્જા પ્લાન્ટ માટે લેવામાં આવેલી લોન પણ છે, જેના હપ્તા બાંગ્લાદૃેશ પ્રતિબંધોના કારણે સમયસર ચૂકવી શકતું નથી. શરૂઆતમાં ચીની યુઆનમાં ચૂકવણીનો વિકલ્પ અજમાવવામાં આવ્યો હતો, પરંતુ પ્રતિબંધોના ડરથી બાંગ્લાદૃેશી અને ચીની બેંકોએ તેમાં સામેલ થવાનો ઇનકાર કરી દૃીધો હતો. હાલમાં વચગાળાની વ્યવસ્થા તરીકે લોનના હપ્તા સોનાલી બેંકમાં રશિયાના નામે ખુલેલા ખાતામાં જમા થઈ રહૃાા છે, પરંતુ આ રકમ હજુ સુધી રશિયા સુધી પહોંચી શકી નથી. આ જ ગૂંચવણ ઉકેલવા માટે બંને પક્ષો હવે વૈકલ્પિક પેમેન્ટ સિસ્ટમ પર ગંભીરતાથી વિચાર કરી રહૃાા છે.