પ્રચંડ વિસ્ફોટ થતા રાજધાની બ્ૌરૂતનો વિસ્તાર ધણધણી ઉઠ્યો:૩૭૦૦થી વધુ લોકો ઘાયલ થયા
વેરહાઉસમાં પડેલો ૨,૭૫૦ ટન એમોનિયમ નાઇટ્રેટ ગ્ોસના જથ્થાએ વિનાશ સર્જ્યો
લેબેનોનની રાજધાની બૈરુત હલ હર્મલ ક્ષેત્રમાં ૨,૬૫૦ એમોયિા નાઇટ્રેટ ગ્ોસ ભોલા ટેન્ડમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં ૭૬ લોકોના મોત થયા હતા ત્ોમજ ૩૭૦૦ લોકો ઘાયલ થયા હતા આ વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોન્ો ઇઝરાયલી કેન્યુઅલની એમ્બ્યુલન્સમાંથી ઇઝરાયેલના હાઇફીમાં સારવાર માટે લઇ જવા એક હેલિકોપ્ટર આવી પહોંચેલું નજરે પડે છે.
લેબનાનની રાજધાની બેરૂતમાં થયેલા વિસ્ફોટમાં ૩૭૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. લેબેનોનના આરોગ્ય મંત્રાલયે ઓછામાં ઓછા ૭૩ લોકોના મોતની પુષ્ટિ કરી છે.
દૃેશના આરોગ્ય પ્રધાન હમાદૃ હસને આ ભયાનક દૃુર્ઘટનાને દૃેશ માટે ’આપત્તિ’ ગણાવી છે અને ચેતવણી આપી છે કે મૃત્યુઆંક નોંધપાત્ર રીતે વધી શકે છે.
સ્વાસ્થ્ય પ્રધાન હસને કહૃાું કે બેરૂત બંદૃરના એક વેરહાઉસમાં થયેલા વિસ્ફોટમાં એટલા લોકો ઘાયલ થયા છે કે શહેરની તમામ હોસ્પિટલો ભરાઈ ગઈ છે. આ વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોમાં કતીબ પાર્ટીના મહાસચિવ નિઝાર નઝરિયાનનો પણ સમાવેશ થાય છે.
નિઝારની પાર્ટીનું મુખ્ય મથક બૈરુત બંદૃરની સામે હતું. નેશનલ કાઉન્સિલ ફોર સાયન્ટિફિક રિસર્ચે જણાવ્યું હતું કે મોટા પાયે વિસ્ફોટ એમોનિયમ નાઇટ્રેટને કારણે થયો હતો, જેને વેરહાઉસની અંદૃર રાખવામાં આવ્યો હતો.
જણાવવામાં આવી રહૃાું છે કે ૨,૭૫૦ ટન એમોનિયમ નાઇટ્રેટ વેરહાઉસની અંદૃર ૬ વર્ષ સુધી રાખવામાં આવ્યો હતો. તેનો ઉપયોગ ખાતર બનાવવા માટે થવાનો હતો.
લેબનાનના રાષ્ટ્રપતિ મિશેલ આઉને ટ્વિટર પર લખ્યું હતું કે જેમની પાસે સલામતી વિના ૨,૭૫૦ ટન એમોનિયમ નાઇટ્રેટ છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ભયાનક વિસ્ફોટ બાદૃ સમગ્ર બૈરુત શહેરમાં વિનાશની સ્થિતિ સર્જાઈ હતી.
એક મહિલાએ જણાવ્યું હતું કે વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે ઇમારતોની બારીઓ તૂટી ગઈ હતી. બધા ગભરાટથી જોઈ રહૃાા હતા. કોઈને ખબર નહોતી કે શું થયું હતું. આકાશમાં ગુલાબી ધુમાડાનો એક મોટો પ્લમ જોવા મળ્યો હતો.
આ વિસ્ફોટથી બેરૂતની હોસ્પિટલો ભરાઈ ગઈ હતી. હાલત એવી થઈ ગઈ કે ઘણા ઘાયલોને કોરિડોરની અંદૃર સારવાર આપવામાં આવી હતી. લેબનાનના રેડ ક્રોસે લોકોને અપીલ કરી છે કે જ્યારે અત્યંત જરૂરી હોય ત્યારે જ હોસ્પિટલોમાં જાય.
અહેવાલો અનુસાર, આ વિસ્ફોટમાં કઝાકિસ્તાનના રાજદૃૂત પણ ઘાયલ થયા હતા. તબીબી અધિકારીઓએ લોકોને રક્તદૃાન કરવાની અપીલ કરી છે.