યુધ્ધ નહિ, કૂટનીતિથી શાંતિ અને સમાધાનની શક્યતા

૯ મહિનાથી અમેરિકાના યુધ્ધ જહાજ પરથી સ્ૌનિકોએ આપઘાત કરતા વિશ્ર્વમાં હોબાળો થયો છે

એક વખત ફરી આ માહિતી મળી રહી છે કે પશ્ર્ચિમ એશિયામાં હાજર વિમાનવાહક જહાજ ‘યુએસએસ અબ્રાહમ િંલકન પર હાજર રહેલા અમેરિકાના સ્ૌનિકોનું માનસિક સંતુલન બગડી ગયુ છે. વધુમાં એવી માહિતી મળી છે કે આ વિમાન વાહક જહાજના સ્થાન્ો હવે બીજુ વિમાન વાહક જહાજ ત્યાં મોકલવામાં આવી રહૃાું છે.
જહાજ પર આશરે પાંચ હજારથી વધુ સ્ૌનિકોમાં અસંતોષ પ્ોદૃા થયો છે. આથી અમેરિકાના વહીવટીતંત્રમાં ખળભળાટ થયો છે. અમેરિકાના રક્ષા મંત્રીએ ભલે અનિશ્ર્ચિત મુદૃત સુધી ઇરાનની સમુદ્ર નાકાબંધી કરવાની વાત કરી છે પરંતુ વાસ્તવિક વિશ્ર્વ જાણે છે.
અગાઉ એવુ લાગતું હતું કે અમેરિકા થોડાક દિૃવસોમાં ઇરાનન્ો ઘૂંટણીયા પર ટેકવી નાખશે પરંતુ ૧૭૦ દિૃવસો થયા પછી પણ ઇરાનના જુસ્સામાં ઓટઆવી નથી ઉપરાંત ઇરાન પરાજય સ્વીકારવા ત્ૌયાર નથી.
આ યુધ્ધે અમેરિકા માટે ગળામાં હાડકુ ફસાયુ હોય ત્ોવી સ્થિતિનું નિર્માણ કર્યું છે. આ હાડકુ અમેરિકા ગળી શકતુ નથી કે બહાર પણ કાઢી શકતું નથી. પોતાના ૧૯ સ્ૌનિકોના મૃત્યુ પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જવાબ આપવાની સ્થિતિમાં નથી. આ યુધ્ધમાં અમેરિકાન્ો ૧૦ લાખ કરોડથી વધુનો ખર્ચ થયો છે
આથી અમેરિકાની અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ છે. યુધ્ધ કરીન્ો અમેરિકાન્ો માત્ર નુકસાન જ થયુ છે. અમેરિકાની વિશ્ર્વ મહાશક્તિ વાળી શાખ ધૂળમાં મળી ગઈ છે. અમેરિકાના સહયોગી દૃેશો સઉદૃી અરબ, યુએઈ તથા કતાર અન્ો બહેરીનની સુરક્ષા વ્યવસ્થા તથા અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસર પડી છે. બહેરીનમાં અમેરિકાના સ્ૌન્ય સ્થળો પર હુમલા થયા છે. આથી ત્યાંની સ્ૌન્ય સુવિધાઓન્ો ગંભીર અસર થઈ છે. જ્યારે સઉદૃીઅરબ અન્ો યુએઈની વીજળીની સુવિધાઓ તથા બંદૃરોની સુરક્ષા માટે વધારાનો ખર્ચ કરવો પડી રહૃાો છે. કતાર પણ તણાવમાંથી પસાર થઈ રહૃાું છે. આ દૃેશોમાં ત્ોલ અન્ો ગ્ોસનું ઉત્પાદૃન પ્રભાવિત થવાથી કરની આવકમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. સ્થાનિક અસ્થિરતાના કારણે વિદૃેશી રોકાણકારો અમેરિકાથી અંતર જાળવે છે. ૧૭૦ દિૃવસથી ચાલતા યુધ્ધે વિશ્ર્વભરની અર્થવ્યવસ્થાન્ો ઘણી ખરાબ રીત્ો પ્રભાવિત કર્યું છે. હોર્મુઝ ખાડી જેવા મહત્ત્વપ્ાૂર્ણ સમુદ્રના માર્ગ પર તણાવવધતા પ્ોટ્રોલની આયાત પર વિપરિત અસર થઈ છે. આથી વૈશ્ર્વિક સ્તરે ક્રુડ ઓઇલના ભાવમાં વધારો થયો છે. ઘણા દૃેશોના શેરબજારમાં મોટી અસ્થિરતા સર્જાઈ છે. વિશ્ર્વ બ્ોન્ક તથા અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ ચેતવણી આપી ચે કે જો અમેરિકા અન્ો ઇરાન વચ્ચે યુધ્ધ લાંબુ ચાલશે તો વૈશ્ર્વિક વિકાસ દૃરમાં ઘટાડો થશે.
અલબત્ત હજુ મોડુ થયુ નથી. અમેરિકાએ યુધ્ધના સ્થાન્ો કૂટનીતિક માર્ગ અપનાવવો જોઇએ તો બન્ને દૃેશોન્ો નુકસાન ઓછુ થશે. શાંતિપ્ાૂર્ણ સમાધાનની વાત કરવામાં આવે તો બન્ને દૃેશોમાં સ્થાનિક સ્તરે તણાવમાં ઘટાડો થશે સાથે વૈશ્ર્વિક સ્તરે વીજળી, સુરક્ષા તથા વેપારી પ્રવૃત્તિઓમાં વધારો થશે.
ઇતિહાસ સાક્ષી પ્ાૂરે છે કે યુધ્ધ કોઈ પણ મહાશક્તિ માટે ફાયદૃાકારક નથી હવે સમય આવી ગયો છે કે અમેરિકા દ્વારા સંવાદૃનો માર્ગ પસંદૃ કરવામાં આવે કારણ કે હવે બન્ને દૃેશન્ો નુકસાન પોષાય ત્ોવુ નથી.
બીજી તરફ યુધ્ધનો નિર્ણય જે ત્ો દૃેશના ન્ોતાઓ લેતા હોય છે પરંતુ લડાઈ સ્ૌનિકોએ લડવાની હોય છે આથી સ્ૌનિકોની માનસિક હાલત થોડા સમયમાં કફોડી થતી હોય છે. એમાં જ્યારે યુધ્ધ લડવાની અન્ો ખતમ થવાની સ્થિતિ નક્કી ન હોય ત્યારે સ્ૌનિકોન્ો કોઈ વાતની ખબર પડતી નથી.
યુધ્ધના મોરચે એક બાજુ સ્ૌનિકો પર મોત ઝળુંબતું હોય છે ક્યારે શું થશે એ નક્કી નથી જીવતા પાછા ઘેર જઈ શકાશે કે ડેડબોડી સ્વરૂપ્ો કોફિનમાં જવાનું હશે ત્ોની ખબર પડતી નથી આથી આ સ્થિતિમાં સ્ૌનિકોન્ો પોતાના માટે પ્રશ્ર્નો થતા હોય છે. ઇરાન સામે યુધ્ધ કરી રહેલા અમેરિકાના સ્ૌનિકોની અત્યારે આ હાલત છે આથી અમેરિકાના સ્ૌનિકોની અત્યારે આ હાલત છે આથી અમેરિકાના યુધ્ધ જહાજ પર યુધ્ધ લડવા ગયેલા અમેરિકાના સ્ૌનિકોએ જહાજ પરથી દૃરિયામાં કૂદૃીન્ો આપઘાત કર્યો હતો.
આશરે ૯ મહિનાથી આ સ્ૌનિકોએ ધરતી પર પગ મૂક્યો નથી. અમેરિકાના એક સ્ૌનિકે ચાલુ મહિનાની શરૂઆતમાં જહાજમાંથી દૃરિયામાં છલાંગ લગાવીન્ો આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અલબત્ત આ સ્ૌનિકન્ો બચાવી લેવામાં આવ્યો હતો આ સિવાય અન્ય પાંચ સ્ૌનિકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પ્ોન્ટાગોન્ો અન્ો અમેરિકન નૌ સ્ોનાએ એવું કહૃાું હતું કે સ્ૌનિકોના આપઘાતના પ્રયાસોની ઘટનામાં કોઈ અસાધારણ વધારો થયો નથી.

રિલેટેડ ન્યૂઝ