અમેરિકામાં એટલાન્ટાથી ડલ્લાસ જતી ચાલુ લાઇટમાં લેપટોપ ફાટતા વિમાનમાં આગ: ૧૩૦ યાત્રીનો બચાવ

પાયલટે સમયસ્ાૂચકતાથી ઇમરજન્સી લેર્િંન્ડગ કરાવતા મોટી જાનહાની ટળી

અમેરિકન એરલાઇન્સની એટલાન્ટાથી ડલ્લાસ જઇ રહેલી લાઇટમાં પ્રચંડ વિસ્ફોટ થતાં વિમાનમાં આગ ભભૂકી ઉઠી હતી. આશરે ૧૩૦ મુસાફરોના જીવન પર મોટું જોખમ તોળાઇ રહૃાું હતું, પરંતુ પાયલટની સૂઝબૂઝને કારણે મોટી જાનહાનિ થતાં રહી ગઇ. પાયલટે લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવીને વિમાન ક્રેશ થતાં અટકાવ્યું અને મુસાફરોનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
ડેઇલી મેઇલના રિપોર્ટ અનુસાર, અમેરિકન એરલાઇન્સની લાઇટ ૨૩૯૮ એ એટલાન્ટા (જ્યોર્જિયા) થી ડલ્લાસ (ટેક્સાસ) માટે ઉડાન ભરી હતી. વિમાન લેન્ડ થાય એ પહેલા જ વિમાનના પાછળના ભાગમાં આવેલા કેબિનમાં એક જોરદૃાર ધમાકો થયો અને વિમાનમાં આગ લાગી ગઈ, જેની ચપેટમાં આવવાથી મુસાફરો દૃાઝી ગયા. એક મુસાફરનું લેપટોપ ચાલુ લાઇટે ફાટતા ધમાકો થયો હતો. જો કે લાઇટ અટેન્ડન્ટ્સે તરત સતર્કતાના પગલા લેતા થર્મલ કન્ટેનમેન્ટ બેગથી આગ પર કાબૂ મેળવી લીધો. ત્યારબાદૃ વિમાનને સુરક્ષિત રીતે ડલ્લાસ-ફોર્ટ વર્થ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડ કરાવીને મુસાફરોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં ૫ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. જેમને રનવે પર હાજર એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
વિમાનમાં આગ લાગવાને કારણે ૫ મુસાફરો ગંભીર રીતે દૃાઝવાને કારણે ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. આ મુસાફરોને એરપોર્ટ પર બનાવાયેલા મેડિકલ કેમ્પમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી. ત્યારબાદૃ પાંચેય મુસાફરોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. ટૂંકી સારવાર બાદૃ તેમને ડિસ્ચાર્જ આપીને ઘરે પણ મોકલી દૃેવામાં આવ્યા છે. વિમાનમાં આગ લાગવાની જાણ થતાં જ અમેરિકન એરલાઇન્સના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અધિકારીઓએ ફાયર બ્રિગેડની ટીમ સાથે વિમાનની અંદૃર જઈને તપાસ કરી અને ઇજાગ્રસ્ત મુસાફરો સાથે વાતચીત કરી ઘટનાની માહિતી મેળવી હતી. વિમાનમાં આગ લાગવાનું સાચું કારણ જાણવા માટે તપાસના આદૃેશ પણ આપવામાં આવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ